GUJARAT BOTAD

બોટાદ જિલ્લા સેવા સદન ખાતે સફાઈ કરતા કામદારોના બાળકો માટે સ્વેટર વિતરણ કરતા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય

by Admin on | 2023-12-02 12:32:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 233


બોટાદ જિલ્લા સેવા સદન ખાતે સફાઈ કરતા કામદારોના બાળકો માટે સ્વેટર વિતરણ કરતા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય

શિયાળાના પ્રારંભે બોટાદ જિલ્લા સેવા સદનના સફાઈ કર્મીઓના બાળકોને મળી સ્વેટરરૂપી હૂંફ


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય અને નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં  કલેક્ટર કચેરી ખાતે સફાઈ કરતા કામદારોના બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દરેક બાળકો માટે 2 બે નંગ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. શિયાળાના પ્રારંભે જ સફાઈ કર્મીઓના બાળકોને સ્વેટરરૂપી હૂંફ મળતા જ તેમના ચહેરા પર સ્મિત રેલાયું હતું.આ તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઈ ડવ પણ ઉપસ્થિત રહ્યા હતા. 


અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં આ અગાઉ પણ પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે 500થી વધુ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.


Search
Recent News
Top Trending

Leave a Comment