GUJARAT BOTAD

બોટાદ એસ.ટી. ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા -કેમ્પેઇન-૨૦૨૩

by Admin on | 2023-12-05 14:07:55

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 74


બોટાદ એસ.ટી. ડેપો ખાતે  શુભ યાત્રા સ્વચ્છ યાત્રા -કેમ્પેઇન-૨૦૨૩


બોટાદ બસ સ્ટેશન ખાતે આઇ.ટી.આઇ બોટાદ ના પ્રિન્સિપાલ શ્રી ડી ડી લાઠીયા સાહેબ સુપરવાઇઝર શ્રી એ વી ચૌહાણ સાહેબ અને આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ અને એસ.ટી .ડેપો બોટાદ ના કર્મચારીઓ દ્વારા બોટાદ એસ.ટી. ડેપોના પરિસરમાં અને બસમાં સફાઈ કરવામાં આવી અને પ્રવાસીઓને કચરાપેટીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવેલ


ભાવનગર વિભાગીય ડેપ્યુડી એન્જીનિયરશ્રી કે.ડી.નાયકે જણાવ્યું હતું કે, નિગમની સ્વચ્છતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇનનો ભાગ બને અને સ્વચ્છતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય તે હેતુસર “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩” અભિયાનનો પ્રારંભ કરાયો છે.


બસ સ્ટેન્ડમાં તેમજ બસમાં બેઠેલા મુસાફરો કચરો કચરા પેટીંમા નાખી શકે અને બસને ચોખ્ખી રાખી શકે તે માટે તમામ બસ સ્ટેશન અને બસોમાં  કચરા પેટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહેલ છે. લોકભાગીદારી થકી બસ સ્ટેન્ડ અને બસને ચોખ્ખી રાખીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન"ને સાચા અર્થમાં સાકાર કરવાં અનુરોધ કર્યો હતો.


Search
Recent News
Top Trending

Leave a Comment