by Admin on | 2023-12-06 14:53:10
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 169

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લા કલેકટર શ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે “ગુજરાતનો ગરબો” કાર્યક્રમ શ્રી આદર્શ વિદ્યાલય, હડદડ, બોટાદ ખાતે યોજાયો હતો.

આ અવસરે જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, "આ સમગ્ર દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે આપણે સૌ અનોખા ક્ષણના સાક્ષી બન્યા છીએ. ૧૫માં એડિશનમાં ગુજરાતના ગરબાને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે. લોકનૃત્ય સમાજને એક તાંતણે બાંધી રાખવાનું કાર્ય કરે છે. ગરબા સાથે વિજ્ઞાન જોડાયેલુ છે. ગરબો વર્તુળમાં રમાય છે તે સમાનતાનો સંદેશ આપે છે સાથે જન્મ-મૃત્યુ અને પુનર્જન્મનું મહત્વ સમજાવે છે. ગરબામાં નારીશક્તિને વિશેષ માન આપવામાં આવ્યું છે." વિવિધતામાં એકતાના દર્શન કરાવતા ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા કલેક્ટરશ્રીએ તમામ ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, "યુનેસ્કો દ્વારા આપણા પ્રાચીન નૃત્ય ગરબાને તેમની યાદીમાં સમાવેશ કરવાના અવસર પર આ ઉજવણી કરવામાં આવી રહી છે. આપણાં રાજ્યમાં ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગરબાનું અનેરૂ સ્થાન છે. નવરાત્રીની વિશેષ ઉજવણી આપણે કરીએ છીએ." આપણે સૌ આપણા અમૂલ્ય વારસાને જાળવી રાખીએ તેવી પોલીસ અધિક્ષકશ્રીએ તમામ બોટાદવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સુંદર મજાના ઉર્જાવાન ગરબાની પ્રસ્તુતિ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત ઉપસ્થિતોએ ખાસ પ્રકારે ત્રણ તાળી પાડીને કર્યુ હતું.

અત્રે મહત્વનું છે કે, આ તકે ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તત્વ તરીકે ૧૫મુ સ્થાન પામનાર ભાષા, કલા, સામાજિક તહેવાર, પ્રાકૃતિક, બ્રહ્મ જ્ઞાન અને પારંપરિક પ્રથાઓ, માનવીય અને ધાર્મિક એકતા ને જોડતા આ ગરબાના નામાંકન ગૌરવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બોત્સ્વાના ખાતેથી કરાયું હતું. જે ઉપસ્થિતોએ નિહાળ્યું હતું.
આ અવસરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

બોટાદના હડદડ ખાતે શ્રી આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, ડી.વાય.એસ.પી. શ્રી એ.એ.સૈયદ, જિલ્લા અગ્રણીશ્રી મયૂરભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ સાવલિયા, ભૂપતભાઈ મેર, રસિકભાઈ ભુંગાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દીહોરા, આદર્શ વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગરબાપ્રેમી બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ