GUJARAT BOTAD

સમગ્ર દેશના આવા પેલા ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણા જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિ ની તપાસની માંગ કરી હોય

by Admin on | 2023-12-09 15:25:11

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 553


સમગ્ર દેશના આવા પેલા ધારાસભ્ય છે  ઉમેશભાઈ મકવાણા જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિ ની તપાસની માંગ કરી હોય

ગુજરાતના તમામ ધારાસભ્યશ્રી, સાંસદસભ્યોશ્રી, મંત્રીશ્રીઓ તેમજ આઈ.પી.એસ અને આઈ.એ. એસ બધા જ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં


તારીખ 08/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના ધારાસભ્ય બન્યાનો એક વર્ષનો સમયગાળો પૂરો થયો જેના અનુસંધાને બોટાદ જિલ્લાની જનતા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પોતે પોતાના મત વિસ્તાર બોટાદમાં કરેલા કામોનો હિસાબ ફેસબૂક લાઈવમાં માધ્યમથી આપવામાં આવ્યો જેમાં એક વર્ષમાં બોટાદના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં કરેલ વિકાસ કાર્યો તેમજ બોટાદ શહેર ખાતે કરેલ વિવિધ વિકાસ કાર્યો અને વિધાનસભામાં જનતા નો ઉઠાવેલ અવાજ અને લોકહિતના પ્રશ્નોનો ગુજરાત તેમજ સમગ્ર રાજ્યની જનતા ને હિસાબ આપ્યો સાથોસાથ બોટાદમાં સંભવિત અને સૂચિત કાર્યોથી જનતાને અવગત કરી,

       વધુમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓએ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ને પત્ર લખી પોતાની આવક અને સંપત્તિની એસીબી, ઇડી અથવા સીબીઆઈ દ્વારા તપાસ કરવા માંગ કરી અને સાથોસાથ ગુજરાતના તમામ ધારાસભ્યશ્રી, સાંસદસભ્યોશ્રી, મંત્રીશ્રીઓ તેમજ આઈપીએસ અને આઈએએસ બધા જ અધિકારીઓની આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે અને તપાસનો અહેવાલ જનતા સમક્ષ ઓનલાઇન મુકવામાં આવે, સમગ્ર દેશના આવા પેલા ધારાસભ્ય છે જેઓ પોતે પોતાની આવક અને સંપત્તિ ની તપાસની માંગ કરી હોય, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ તેમજ સમગ્ર રાજ્યની જનતાનો આભાર માનતા જણાવ્યું કે દરેક ધારાસભ્યશ્રીઓ તેમજ સાંસદસભ્યશ્રીઓ એ પણ પોતે કરેલા કામોને જનતા સમક્ષ રાખવા જોઈએ

Search
Recent News
Top Trending

Leave a Comment