GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના બાળકો માટે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્યની સુનિશ્ચિતતા: દો બુંદ ઝિંદગી કી

by Admin on | 2023-12-14 14:23:34

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25


બોટાદ જિલ્લાના બાળકો માટે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્યની સુનિશ્ચિતતા: દો બુંદ ઝિંદગી કી

સઘન પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી:  ૫ વર્ષ સુધીના ૯૧,૪૦૬ બાળકોને પોલીયોની રસીના ટીપાં અપાયા

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. કનોરીયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં SNID પોલીયો રાઉન્ડ અંતર્ગત ૧૦૦.૦૫ % પોલીયોની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


            બોટાદ જિલ્લામાં ૩૬૩ બુથ, ૭૨૭ ટીમ, ૧૪૪૦ ટીમ સભ્યો, અને ૭૩ સુપરવાઈઝરો દ્વારા ફરજ પર હાજર રહી બોટાદ જિલ્લાના  ૦થી ૫ વર્ષના ૯૧,૪૦૬ બાળકોને પોલીયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ઝુંબેશ અંતર્ગત પ્રથમ દિવસે બુથ ઉપર ૭૭, ૩૮૩ બાળકોને રસીના બે ટીપાં પીવડાવામાં આવ્યા હતા. જ્યારે બાકીના બે દિવસ આરોગ્ય કર્મચારી ઘરે ઘરે ફરીને બાકી રહેલા બાળકોને પોલીયો વેક્સીનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા, જેમાં બીજા દિવસે ૯૨૩૮ અને ત્રીજા દિવસે ૪૮૨૭ બાળકોને પોલીયો વેકસીનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં કુલ ૯૧૪૪૮ બાળકોને પોલીયો વેક્સીનના ટીપાં પીવડાવી ૧૦૦.૦૫ % કામગીરી કરવામાં આવી છે. 


            આ કાર્યક્રમ હેઠળ બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા આરોગ્યના તમામ સ્ટાફ દ્વારા પોલીયો નાબુદી મિશનને સફળ બનાવવામાં આવ્યું છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Search
Recent News
Top Trending

Leave a Comment