GUJARAT BOTAD

સોઈલ હેલ્થ કાર્ડની મદદથી જમીનના સ્વાસ્થ્યની તપાસણી થતા જમીન ફળદ્રુપ બની, બિનજરૂરી ખર્ચા ઘટ્યા: સોઈલ હેલ્થકાર્ડના લાભાર્થી કલ્પેશભાઈએ માન્યો સરકારનો આભાર

by Admin on | 2023-12-14 14:25:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 108


સોઈલ હેલ્થ કાર્ડની મદદથી જમીનના સ્વાસ્થ્યની તપાસણી થતા જમીન ફળદ્રુપ બની, બિનજરૂરી ખર્ચા ઘટ્યા: સોઈલ હેલ્થકાર્ડના લાભાર્થી કલ્પેશભાઈએ માન્યો સરકારનો આભાર

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓના સથવારે ધરતીપુત્રો આજે આર્થિક રીતે સદ્ધર બન્યાં છે. કિસાન સમ્માન નીધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ થકી દેશભરમાં ખેડૂતોને હવે તેમની જરૂરિયાતો માટે વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત રહેતી નથી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ‘ગવર્નમેન્ટ એટ યોર ડોરસ્ટેપ’ના સૂત્રને ચરિતાર્થ કરતા સમગ્ર દેશમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો ખેડૂતો સુધી પહોંચી રહ્યાં છે.ખેડૂતો મબલખ પાક લઈ શકે તે માટે સરકાર દ્વારા જમીન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ યોજના અમલી છે. સોઈલ હેલ્થ કાર્ડને એક રીતે જમીનનો એક્સ-રે રિપોર્ટ પણ કહેવાય છે.  સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરાયા છે. જેના થકી જમીનનું સ્વાસ્થ્ય જાણવામાં મદદ મળી છે. સાથે ખેડૂતોના બિન જરૂરી ખર્ચા પણ બંધ થયા છે.ગઢડા તાલુકાના ધ્રુફણિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સોઈલ હેલ્થ કાર્ડના લાભાર્થી કલ્પેશભાઈ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, “સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ખેતીવાડી શાખા દ્વારા મારા ખેતરના ચારેય ખૂણામાંથી માટીનો નમૂનો લેવામાં આવ્યા હતા, આ માટીના નમૂનાને ભેગા કરીને ટેસ્ટ કરવામાં આવ્યો અને મારી ખેતરની માટીમાં ક્યા પોષકતત્વોની ઉણપ છે તે માલુમ પડ્યું હતું. નિષ્ણાતોની સલાહ મુજબ મેં ખાતરનો ઉપયોગ કર્યો અને મારે બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થયો છે.”

Search
Recent News
Top Trending

Leave a Comment