GUJARAT BOTAD

બોટાદ નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ

by Admin on | 2023-12-16 15:17:58

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 397


બોટાદ નગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ

 ટેક્સના બાકી લેણા વસુલાત કરવા બોટાદની ઘણી મિલકતો સીલ કરવામાં આવી

બોટાદ નગરપાલિકાની ટેક્સ વિભાગ દ્વારા ટેક્સના લેણા નાણા વસૂલ કરવા માટે અવારનવાર લોકોને જાણ કરવામાં આવી છે.તેમ છતાં લોકો દ્વારા ટેક્સ નહીં ભરાતા બાકીદારોની મિલકત સીલ કરવામાં આવીહતી.નગરપાલિકાના ટેક્સ ભરવા તે દરેક નાગરિકની સીધી ફરજ છે તેમ છતાં બોટાદમાં ઘણા ખરા લોકો નગરપાલિકાનો વેરા ટેક્સ નહીં ભરાતા તેઓને અવારનવાર જાણ કરવા છતાં નાણા નહિ ભરાતા


બોટાદ નગરપાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા આજે તેઓની મિલકત સીલ કરવામાં આવી છે.જેમાં અમુક વ્યક્તિઓના મકાન અને શોપિંગ સેન્ટરની દુકાનો પણ સીલ કરવામાં આવેલી છે.લોકો ટેક્સના નાણાં નહીં ભરતા હોવાના કારણે અન્ય નાગરિકોની સુખાધિકાર આપવાનો ખર્ચ અને નગરપાલિકામાં થતો વહીવટી ખર્ચને પહોંચી વળવા ટેક્સ વિભાગ દ્વારા મિલકતો સીલ કરી ટેક્સના નાણા વસૂલ કરવાની કાર્યવાહી બોટાદમાં શરૂ કરવામાં આવીછે.આગામી દિવસોમાં ટેક્સની રકમ નહીં ભરનાર સામે અધિનિયમની કલમ 132 અને 133 મુજબ સ્થાવર તથા જંગમ મિલકત તાજમાલય વેરા વસુલાત કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.


તેમ વહીવટદાર ચરણસિંહ ગોહિલ સાહેબ તેમજ ચીફ ઓફિસર ગોસ્વામી સાહેબ દ્વારા જણાવેલ છે.આ મિલકત સીલ કરવાની કામગીરીમાં ટેક્સ સુપ્રિ. ઉદયરાજભાઈ  ખાચર તથા ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ રાવલ અને ટેક્સ વિભાગની ટીમ જોડાયેલ હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment