GUJARAT BOTAD

બોટાદ-ગાંધીગ્રામ દૈનિક ટ્રેન આજથી 9 જાન્યુઆરી સુધી રદ,સાબરમતી યાર્ડમાં ચાલતાં કામને લઈ ટ્રેન રદ

by Admin on | 2023-12-16 15:31:29

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 584


બોટાદ-ગાંધીગ્રામ દૈનિક ટ્રેન આજથી 9 જાન્યુઆરી સુધી રદ,સાબરમતી યાર્ડમાં ચાલતાં કામને લઈ  ટ્રેન  રદ

બોટાદથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી બોટાદ દૈનિક ટ્રેન 15 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલ્વે અમદાવાદના
સાબરમતી યાર્ડ ખાતે ચાલતાં એન્જિનિયરિંગ કામને કારણે 9 જાન્યુઆરી સુધી બોટાદ ગાંધીગ્રામ ટ્રેનને રદ કરવામાં આવી છે.
બોટાદથી દરરોજ સવારે ઉપડતી દૈનિક બોટાદ-ગાંધીગ્રામ ટ્રેનમાં બોટાદથી અમદાવાદ જતા મુસાફરો દરરોજ મોટી સંખ્યામાં મુસાફરી કરે છે, પરંતુ આ ટ્રેનને 9 જાન્યુઆરી સુધી રદ
કરવામાં આવી છે. બોટાદ-ગાંધીગ્રામ 09573/ 09574 ટ્રેન ગાંધીગ્રામ જાય છે અને ગાંધીગ્રામથી બોટાદ આવે છે જે ટ્રેનને રદ કરવામાં આવી છે.

Search
Recent News
Top Trending

Leave a Comment