GUJARAT BOTAD

દહેજ પ્રતિબંધકશ્રી કચેરી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, શી ટીમ તેમજ સખી વનસ્ટોપ સેન્ટરનો સહિયારો પ્રયાસ: દંપતીનું સાત વર્ષનું દામ્પત્ય જીવન તૂટતુ બચાવ્યું

by Admin on | 2023-12-18 16:47:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 199


દહેજ પ્રતિબંધકશ્રી કચેરી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, શી ટીમ તેમજ સખી વનસ્ટોપ સેન્ટરનો સહિયારો પ્રયાસ: દંપતીનું સાત વર્ષનું દામ્પત્ય જીવન તૂટતુ બચાવ્યું

કાર્યવાહી દરમિયાન અરજદારનો પતિ કોઈને પણ જાણ કર્યા વગર તેમના દોઢ-દોઢ વર્ષના બે બાળકોને લઈને ગાયબ થઇ ગયો હતો અંતે સમજાવટથી સમાધાન કરાવ્યું

બોટાદ દહેજ પ્રતિબંધકશ્રીની કચેરી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, શી ટીમ તેમજ સખી વનસ્ટોપ સેન્ટર ઘરેલુ હિંસાથી પીડિત મહિલાની વ્હારે આવ્યું હતું. વાત એમ છે કે, બોટાદમાં અરજદાર મહિલાએ થોડા સમય અગાઉ પોતાના પતિ સામે ઘરેલું હિંસાની અરજી કરી હતી. કાર્યવાહી દરમિયાન બંનેનું સમાધાન થયું હતું. પરંતુ ત્યારબાદ ફરી બંને વચ્ચે રકઝક થતાં કાર્યવાહી દરમિયાન અરજદારનો પતિ કોઈને પણ જાણ કર્યા વગર તેમના દોઢ-દોઢ વર્ષના બે જુડવા બાળકોને લઈને ગાયબ થઇ ગયો હતો. 


ત્યારે જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ. આઈ. મન્સૂરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલાની મદદે આવ્યું, જ્યાં કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા કાઉન્સેલિંગ કરી અરજદાર પાસેથી અરજી લેવામાં આવી અને કાઉન્સેલિંગ દરમ્યાન મહિલાએ જણાવ્યું હતું કે, “અરજદાર મહિલા અને તેના પતિએ છ વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. બંનેને હાલ જુડવા બાળકો છે.”મહિલા આશ્રય વિહોણી હોવાથી બોટાદ સખી વનસ્ટોપ સેન્ટરમાં તેને આશ્રય અપાયો. પી.બી.એસ.સી. સેન્ટર દ્વારા મહિલાના પતિને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે ગેરહાજર રહ્યો હતો. ત્યારબાદ શી-ટીમના કર્મયોગીઓએ પી.બી.એસ.સીના સંકલનમાં રહી અરજદારની ગૃહ મુલાકાત લીધી અને તેમના પરિવારના આગેવાનોની મદદથી અરજદાર મહિલાના પતિની ભાળ મેળવી હતી. ત્યારબાદ તમામ પક્ષકારોએ મધ્યસ્થી અને સમજાવટથી અરજદાર મહિલા અને તેના પતિનો સાત વર્ષનો સંસાર તૂટતો બચાવ્યો હતો. દામ્પત્ય જીવનમાં ફરી ખુશહાલી આવતા મહિલા અરજદારે બોટાદ જિલ્લા દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ તેમજ સખી વનસ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો.

Search
Recent News
Top Trending

Leave a Comment