GUJARAT BOTAD

બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો તેમજ ૨૦૦ જેટલા સ્વયંસેવકો, હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન

by Admin on | 2023-12-18 16:49:29

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 64


બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS  સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો તેમજ ૨૦૦ જેટલા સ્વયંસેવકો, હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન

બોટાદના વિવિધ માર્ગો પર સ્વછતા રેલી યોજી તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ

બોટાદ બસ સ્ટેશન ખાતે BAPS  સ્વામી નારાયણ મંદિર, બોટાદના સંતો તેમજ ૨૦૦ જેટલા સ્વયંસેવકો, હરીભક્તો તથા બોટાદ એસટી ડેપોના સ્ટાફ દ્વારા બોટાદ બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સતત ત્રણ કલાક સુધી તમામ ઉપસ્થિતોએ શ્રમદાન કર્યુ હતું. 


આ સફાઈ અભિયાન દરમિયાન બોટાદના બસસ્ટેન્ડને સ્વચ્છ કરીને રાષ્ટ્રને અંજલી અર્પણ કરવામાં આવી હતી.તેમજ બોટાદના વિવિધ માર્ગો પર સ્વછતા રેલી યોજી તમામ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા રેલીમાં બાળકો પણ સહર્ષ સહભાગી બન્યા હતા. બાળકોએ આસપાસની દુકાનો પર સ્વચ્છતા જાળવવા અંગેના સ્ટીકર્સ ચોંટાડી સ્વચ્છતા જાળવવા સ્થાનિકોને અપીલ કરી હતી. 


સ્વચ્છતા ઝુંબેશમાં નગરપાલિકાના સફાઈ કર્મીઓએ એસટી બસસ્ટેશનના વર્કશોપ ખાતે સફાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગીય કચેરી, ભાવનગર ખાતેથી સ્ટોર ઓફિસરશ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment