GUJARAT BOTAD

બોટાદ તાલુકાના બાબરકોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના વધામણાં

by Admin on | 2023-12-18 16:53:41

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 56


બોટાદ તાલુકાના બાબરકોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના વધામણાં


બોટાદ તાલુકાના બાબરકોટ ગામ ખાતે ગાંધીનગરથી પધારેલા પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રી એમ.કે.ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.  વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ''મેરી કહાની, મેરી જુબાની'' અન્વયે લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓથી તેમના જીવનમાં આવેલા પરિવર્તનની ગાથા વર્ણવી હતી તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


આ કાર્યક્રમમાં વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર ઉપસ્થિતોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ અવસરે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી કનુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન બારૈયા, તાલુકા પ્રમુખશ્રી ભુપતભાઈ જાંબુકિયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ગોપાલભાઈ, બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, પ્રાકૃતિક કૃષિના નિષ્ણાત શ્રી કનુભાઈ ખાચર, સરપંચશ્રી –ઉપસરપંચશ્રી તેમજ ગામ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment