GUJARAT BOTAD

ગઢડાના હામાપર ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના વધામણાં

by Admin on | 2023-12-22 13:22:58

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 100


ગઢડાના હામાપર ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના વધામણાં

ધો.૩થી ૮ માં  પ્રથમ ક્રમ મેળવનાર ૬ વિદ્યાર્થીઓ તેમજ રમતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ૩ વિદ્યાર્થીઓને કરાયાં સન્માનિત


  બોટાદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જનજન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગઢડા તાલુકાના હામાપર ગામે વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પ્રભાતભાઇ યાદવ, ગઢડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઇ વાળાની પ્રેરક ઉપસ્થિતિમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.


            આ અવસરે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પ્રભાતભાઇ યાદવે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યે વિકાસના અનેક સોપાનો સર કર્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ સહિતની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના માધ્યમ દ્વારા જન-જન સુધી પહોંચી રહ્યા છે.


વધુમાં તેમણે સુથારી કામ, કડીયાકામ સહિતના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિશ્વકર્મા યોજનાઓનો લાભ લેવા તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇને આત્મનિર્ભર બનવા હિમાયત કરી હતી. 


              આ વેળાએ જિલ્લાના અગ્રણીશ્રી હિંમતભાઇ મકવાણા અને બાગાયત નિયામક કચેરીનાશ્રી રાઠોડે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો  મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.  ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તેમજ સોઇલ હેલ્થ કાર્ડના લાભાર્થીઓએ પોતાને થયેલા સુખદ અનુભવો જણાવ્યા હતાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ધો.૩થી ૮ માં  પ્રથમ ક્રમ મેળવનાર ૬ વિદ્યાર્થીઓ તેમજ રમતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ૩ વિદ્યાર્થીઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલાં સ્ટોલની મુલાકાત લઇને  વિવિધ યોજનાઓની ગ્રામજઓએ માહિતી પણ મેળવી હતી. વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના  સંકલ્પ લીધા હતા.


                 કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ધીરુભાઇ બાવળીયા, આરોગ્ય વિભાગના ડૉ. રાજેશ ચૌહાણ, વિસ્તરણ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી  એમ.એચ.રાવળ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચશ્રી, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Search
Recent News
Top Trending

Leave a Comment