GUJARAT BOTAD

આયુષ્યમાન કાર્ડ થકી મારી નવજાત દિકરીની સારવાર નિ:શુલ્ક થઇ, સરકારનો ખૂબ ખૂબ આભાર

by Admin on | 2023-12-22 13:28:57

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 101


આયુષ્યમાન કાર્ડ થકી મારી નવજાત દિકરીની સારવાર નિ:શુલ્ક થઇ, સરકારનો ખૂબ ખૂબ આભાર

 બોટાદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જન-જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે આ યાત્રા ગઢડા તાલુકાના હામાપર ગામે આવી પહોંચી ત્યારે ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્યમાન કાર્ડના લાભાર્થી શ્રી નિલેશભાઇ બાવળીયાએ સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી પોતાને થયેલા અનુભવ અંગે જણાવ્યું હતું તેમણે કહ્યું કે, મારી દિકરીનો જન્મ ખાનગી હોસ્પિટલમાં થયો હતો. જન્મ સમયે તેને બીમારી હોવાનું જાણવા મળતાં ડૉક્ટરે કહ્યું કે, તમારે ચાર થી પાંચ દિવસ હોસ્પિટલમાં રોકાણ થશે એટલે વધુ ખર્ચ થશે પરંતુ તમારી પાસે આયુષ્યમાન યોજનાનું કાર્ડ હશે તો એકપણ રૂપિયાનો ખર્ચ નહી થાય જેથી મેં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું અને આ કાર્ડના કારણે એકપણ રૂપિયાના ખર્ચ વિના મારી દિકરીને ખૂબ જ સારી રીતે સંપૂર્ણ સારવાર મળી હતી, ચારથી પાંચ દિવસ હોસ્પિટલમાં રોકાણ થયું હોવા છતાં સારવાર નિ:શુલ્ક થઇ હોવાનું જણાવી તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Search
Recent News
Top Trending

Leave a Comment