by Admin on | 2023-12-25 14:52:18
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 33

કેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી નવતર ટેકનોલોજીને વિકસિત ભારત યાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા સંદર્ભે સાવરકુંડલાના વાંશીયાળી તથા ઠવી ગામે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને મોદીની ગેરેન્ટી વાન પહોચી હતી. આઝાદીના 100 વર્ષે નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લક્ષી યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિની કાળજી લઈને કામ કરતી કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાંચ વર્ષ ગરીબોને મફત અનાજ મળશે, જ્યારે ઘર ઘર જળનું મહત્વ પૂર્ણ અંતિમ તબ્બકા માં હોય તેમજ બાળકના જન્મથી માણસના મૃત્યુ સુધીના દરેક તબ્બકે કેન્દ્ર સરકારનો માનવીય સહયોગનો સુંદર અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત થતો હોય તેમ આયુષ્યમાન ભારત યોજનાની સફળતાથી ગરીબોના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે હોય જેના ફળ સ્વરૂપે સરકારી લાભો ગરીબોના ઘર સુધી પહોંચે તે આ વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ સાર્થક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે

પાણી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટકચર, રેલ્વે, કૃષી, સિંચાઇ ને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે જે પ્રાથમિકતા ને ધ્યાને લઈને સરકાર નક્કર કામગીરીઓ કરે તે માટે આઝાદીના 100 વર્ષ નવા ભારત નો સંકલ્પ થાય તે માટે દરેક જન જન ના આશીર્વાદની જરૂર હોવાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતુ. આ સંકલ્પ યાત્રામાં જીલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઇ ગજેરા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, ઉપપ્રમુખશ્રી પરશોત્તમભાઇ ઉમટ, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઇ ભાલાળા, મહેશભાઇ જેબલીયા, અશોકભાઇ ખુમાણ, દેવજીભાઇ કાછડીયા, વિજયભાઇ ખુમાણ, કિશનભાઇ ખુમાણ, પ્રવિણભાઇ કોટીલા સહીતના ઠવી તથા વાંશીયાળી ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તેમ "અટલધારા" કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાની યાદીમાં જણાવ્યું છે.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ