GUJARAT BOTAD

સૌની યોજના લિંક-૨ અન્વયે ભીમડાદ ડેમમાં પાણી નાખવા માટેના નવાં સ્કાવર વાલ્વને ખૂલ્લો મુકતાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

by Admin on | 2023-12-25 15:04:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 166


સૌની યોજના લિંક-૨ અન્વયે ભીમડાદ ડેમમાં પાણી નાખવા  માટેના નવાં સ્કાવર વાલ્વને  ખૂલ્લો મુકતાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે સૌની યોજના લિંક-૨ અન્વયે ભીમડાદ ડેમમાં પાણી નાખવા માટેના નવાં સ્કાવર વાલ્વને ખૂલ્લો મૂક્યો હતો.ભીમડાદ ડેમ ભરાવાથી આસપાસના ૫ જેટલાં ગામોને સિંચાઈનો લાભ મળશે. 


        આ પ્રસંગે  કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સિંચાઈનું પાણી પુરતાં પ્રમાણમાં આપવા સરકાર કટીબધ્ધ છે ત્યારે  દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવવાના નેમ સાથે  સૌની યોજનાનું રાજકોટ ખાતેથી લોકાર્પણ કર્યું હતું. આજે સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ખેડૂતો એક સીઝનને બદલે બે સીઝન લેતાં થયાં છે તેમજ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. 


       મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સૌની યોજના દ્રારા ૧૧૫ જેટલાં ડેમો ભરવાનું આયોજન કર્યું હતું તે પૈકી ૯૫ થી વધુ ડેમોમાં પાણી ભરવામા આવી રહ્યું છે બાકીના અન્ય ડેમોમાં પણ આગામી સમયમાં પાણી પહોચાડવામાં આવશે ભીમડાદ ડેમમાં સિંચાઈનું પાણી આવવાથી આસપાસના ગામોને પણ તેનો લાભ મળશે,સૌની યોજના અંતર્ગત ૩ કિ.મીની રેન્જમાં જે ડેમો આવતાં હશે તેવા ડેમોમાં પણ પાણી નાખવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.


         વધુમાં તેમણે કહ્યું કે, સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના થકી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચ્યા છે જેથી ખેડૂતોની આવકમાં વધારો થવાથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું  ખેડૂતોની બમણી આવક મેળવવાનું સ્વપ્ન પણ સાકાર થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. 

  સિંચાઇ વિભાગ કાર્યપાલક ઈજનેર શ્રી જે એચ સુવરે સૌની યોજના અન્વયે બોટાદ જિલ્લામાં

ભરાનાર ડેમોની વિગતવાર માહિતી આપી હતી. 


        આ અવસરે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણી, શ્રી પ્રભાતભાઈ યાદવ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી કનુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી ધીરૂભાઈ બાવળીયા,  જિલ્લાના અગ્રણી શ્રી પાલજીભાઈ પરમાર,જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 

Search
Recent News
Top Trending

Leave a Comment