by Admin on | 2024-01-02 13:43:27
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 13

અસ્થિર મનના માણસને રસ્તાઓ જડતા નથી જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તે ગુજરાતી કહેવતને ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવી હોય તો તે છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા કહીએ તો પણ ઓછું નથી જ કેમ કે સાવરકુંડલા ની વિવિધ 4 ડ્ઝન સંસ્થાઓ અને અઢી ડઝન જેટલા જ્ઞાતિ મહાજનો દ્વારા ધારાસભ્ય મહેશ કસવાળાનું અભિવાદન સમારોહ યોજીને એક નવતર કેડી કંડારનારા પ્રજાના પ્રતિનિધિ ની સાચી પ્રતીતિ ક્રવાનારને સાવરકુંડલા વાસીઓએ બિરદાવ્યા છે

તે એક નવા રાજકીય યુગમાં અનોખા વ્યક્તિત્વની અલગ મિસાલ કાયમ કરનારા ધારાસભ્ય મહેશ કસવાળા સાબિત થયા છે જેનું મુખ્ય કારણ 2022 ની વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ગળા ફાડી ફાડીને પ્રજાના દરેક પ્રશ્નો નિરાકરણ લાવવાના સૌગંધ ખાઈને કર્મભૂમિનું ઋણ ચૂકવવા ચૂંટણી લડવા આવેલા મહેશ કસવાળાએ એક વર્ષમાં 663.31 કરોડ જેવી માતબર રકમ સરકારશ્રી માંથી મંજૂર કરાવી પણ સૌથી મહત્વ અને હર્દયમાં સાવરકુંડલા શહેરને ગુજરાતના નકશામાં એક અલગ શહેર તરીકે પ્રસ્થાપિત કરવાના એકમાત્ર ધ્યેય સાથે ડ્રીમ પ્રોજેક્ટ સાથે સાવરકુંડલા શહેરના નાવલી નદીમાં માં નર્મદાના નીર વહે અને નાવલી નદી પર રીવરફ્રન્ટ થાય તો સાવરકુંડલાની અલગ પહેચાન બને તેવા દ્રઢ નિર્ણય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર અને ધારાસભ્ય કસવાળાનો અભિવાદન સમારોહ યોજાયો ને

પ્રથમ વાર સાવરકુંડલા શહેરના નામાંકીત ડોકટરો પોતાની ઓપીડી મૂકીને પણ ધારાસભ્ય કસવાળાને સત્કારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વેપારીઓ, ઇન્ડસ્ટ્રીઝના માલિકો, સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે 48 જેટલી વિવિધ સંસ્થાઓ દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો જ્યારે 28 જેટલી વિવિધ જ્ઞાતિ સમાજના પ્રમુખો, મહાજનો દ્વારા ન ભૂતો ન ભવિષ્ય માં ક્યારેય વિકાસની નવી રાજનીતિ પર રાજકારણ રમીને સાવરકુંડલા ને રાજ્યના નકશામાં અલગ ઉભરી આવવા માટે જજુમતા ધારાસભ્ય કસવાળાને મુઠી ઊંચેરો માનવી સાવરકુંડલા વાસીઓએ સાબિત કરી બતાવ્યા હતા ને જ્ઞાતિ રાજકારણ કરતા વિકાસનું રાજકારણ રમીને સાવરકુંડલા પંથકમાં સુંદર ને રળિયામણું બનાવવાના અડગ ધ્યેય કામગીરી કરતા ધારાસભ્ય ને પોતાના કામ કરવાની કુનેહ અને વિકાસની ઘેલછા એ હિમાલય જેવા પ્રાણ પ્રશ્નો પણ સાકાર કરવામાં પાછી પાની નહિ કરીને રીવરફ્રન્ટ ડ્રીમ પ્રોજેક્ટ સાથે કામગીરી કરીને સંત શિરોમણી ભક્તિબાપુના આશીર્વાદ સાથે દરેક સંસ્થાઓના અગ્રણીઓ અને જ્ઞાતિ મહાજનોએ ધારાસભ્ય કસવાળાને ખોબલે ખોબલે વધાવ્યા હતા

પ્રથમવાર કોઈ સમાજિક સંસ્થાઓ દ્વારા આવો કાર્યક્રમ યોજાયો હોય તેવી વિરલ ઘટના સાવરકુંડલામાં જોવા મળી હતી જેમાં શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી વિનુભાઈ રાવળ એ સ્વાગત પ્રવચ કર્યું હતું જગદીશભાઈ માધવાણી, પાંધી સર જેવા મહાનુભાવોએ ધારાસભ્યની કામ કરવાની કર્તવ્ય દક્ષતાને સલામ કરી હતી ત્યારે પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી, કિર્તીભાઇ રૂપારેલ, ખ્યાતનામ ડોકટરો દ્વારા ધરસભ્ય નું સન્માન અને મુખ્યમંત્રીશ્રીનુ અભિવાદન કર્યું હતું તો જ્યારે સંત શિરોમણી ભક્તિબાપુ દ્વારા ધારાસભ્યને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિજનનો પર્યાય બનેલા સાવરકુંડલાના ધારાસભ્યને બિરદાવ્યા હતા.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ