GUJARAT BOTAD

બોટાદ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ:ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિ

by Admin on | 2024-01-03 15:38:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 115


બોટાદ ખાતે  કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ:ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિ

   મહિલા અને બાળ સુરક્ષા અને આયુષ મંત્રાલય ભારત સરકારના મંત્રીશ્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે બોટાદ કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ના માહે ડિસેમ્બર અંતિત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને કેન્દ્રીય મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. 

          કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરીયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.


        કેન્દ્રીય મંત્રીશ્રીએ મનરેગા, દીન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, ખેતી, સિંચાઈ  સહિત વિવિધ વિભાગની કેન્દ્રીય મંત્રીશ્રીએ સૂક્ષ્મ સમીક્ષા કરી હતી. આંગણવાડીના બાળકોના પોષણની કાળજી સાથે તેમને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તેની તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. 


      દિશા કમિટીની આ બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે દિશામાં પ્રયાસ અંગે ચર્ચા કરાઇ હતી. વધુમાં તાલુકામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.


        જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયએ જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો વિશે વિસ્તૃત જાણકારીથી કેન્દ્રીય મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ યોજનાકીય કામગીરીની વિગતો પ્રસ્તુત કરી હતી. બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.


         આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી પી.એલ. ઝણકાત, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહિત દિશા સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment