GUJARAT BOTAD

બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાના વરદહસ્તે તથા ભાવનગર સાંસદશ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ધાટન

by Admin on | 2024-01-03 15:44:47

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 278


બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાના વરદહસ્તે તથા ભાવનગર સાંસદશ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ધાટન

બોટાદના ઘરઆંગણે જ સરકારમાન્ય હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ થતા હવે બોટાદવાસીઓને સારવાર અર્થે નજીકના જિલ્લાઓમાં જવું નહીં પડે : કેન્દ્રીય મંત્રીશ્રી


બોટાદની સરકાર માન્ય સોનાવાલા હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાના વરદહસ્તે તથા ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળની વિશેષ ઉપસ્થિતિમાં ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા બોટાદ તેમજ આસપાસના ગામોના દરેક દર્દીને હવે નિઃશુલ્ક સારવાર સુગમતાથી પ્રાપ્ત થઈ શકે તે હેતુસર આ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સોનાવાલા હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલું ડાયાલિસિસ સેન્ટર બોટાદવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તે નક્કી છે. અગાઉ વડોદરિયા હોસ્પિટલ ખાતે આ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત હતું જે હવે સરકાર માન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. 


આ તકે કેન્દ્રીય મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, "બોટાદની સરકાર માન્ય હોસ્પિટલમાં 12 બેડ ડાયાલિસિસ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જ્યાં દરરોજ અંદાજે 25 જેટલા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત બે મશીન રિઝર્વ રાખવામાં આવ્યા છે. જે દર્દીઓને જટિલ પ્રકારની સમસ્યા હોય તેની સારવાર માટે આ રિઝર્વ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવશે. બોટાદના ઘર આંગણે જ સરકાર માન્ય હોસ્પિટલમાં આ અદ્યતન ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ થતા હવે બોટાદવાસીઓને સારવાર અર્થે નજીકના જિલ્લાઓમાં જવું નહીં પડે તે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદય પૂર્વક આભાર માનું છું." આ તકે સી.ડી.એમ.ઓ.શ્રી ગાંગાણીએ ઉપસ્થિતોને ડાયાલિસિસ સેન્ટર ખાતે ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતગાર કર્યા હતા. 


ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર,ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે. એફ. બલોલીયા, બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ - અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment