GUJARAT Gadhada

ગઢડામાં રાત્રિ ભાગવત્ સપ્તાહનું આયોજન કરાયું.! ભગવાન જગન્નાથજીના નુતન રથના નિર્માણ અર્થે કથાનું આયોજન.!

by Admin on | 2024-01-04 16:20:56

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 57


ગઢડામાં રાત્રિ ભાગવત્ સપ્તાહનું આયોજન કરાયું.! ભગવાન જગન્નાથજીના નુતન રથના નિર્માણ અર્થે કથાનું આયોજન.!

બોટાદ જિલ્લાના ગઢડા મુકામે જગન્નાથજી  રથયાત્રા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહ રાત્રિ કથાનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. બોટાદ શહેરમાં તાલુકા કક્ષાએ નીકળતી ગુજરાતની શ્રેષ્ઠ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 30 વર્ષ પૂર્ણ થયા હોય 31મી રથયાત્રામાં નવા રથના નિર્માણની જરૂરિયાત સંદર્ભે  નૂતન ત્રણ રથ નિર્માણ હેતુસર બોટાદ રોડ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે નવ દિવસ સુધી દરરોજ રાત્રે 8થી 11 કલાક સુધી ગોપીનાથજી દેવ મંદિરના ઘનશ્યામ વલ્લભદાસજીના વ્યાસાસને ભાગવત કથાનું રસપાન કરાવાવમાં આવી રહ્યુ છે.


ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો ભાગવત કથા સાંભળવા ઉમટી રહ્યાં છે.ગઢડામાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમીતી આયોજીત ભાગવત કથાના પ્રારંભે વાજતે ગાજતે પોથીયાત્રા શહેરનાં મુખ્ય માર્ગોપર યોજી પટેલ સમાજ ની વાડી ખાતે કથાનું મંગલા ચરણ કરવામાં આવ્યું હતું.


ભાગવત કથાના પ્રારંભે ઉપસ્થિત અગ્રણીઓ બાબુભાઈ જેબલીયા તથા મોહનભાઈ ડવ દ્વારા રથયાત્રા સમિતિના ધાર્મિક અને સામાજિક કાર્યોની સરાહના કરી દરેક લોકોને અનૂકુળ સમયે રાત્રિ કથાના વિચારને વધાવી તન મન અને ધનથી સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી. ભાગવત કથાના મંગલાચરણ પ્રસંગે વકતા કો.શા. ઘનશ્યામ વલ્લભદાસજીએ ઉપસ્થિત સંતો, સાંખ્ય યોગી બહેનો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો સહિત શ્રોતાજનોને સંગીતમય ટીમ સાથે સંકીર્તન રસ તરબોળ કરી ભાગવતજીના મહાત્મ્ય માટે છણાવટ કરી જણાવ્યું હતું કે,આપણને યાદ ના રહે તો પણ કથા સાંભળવી જોઈએ, કારણકે કથા સાંભળવાથી આપણા મનના મેલ ધોવાઈ જાય છે. આ ભાગવત કથા દરમિયાન યુવાન શાસ્ત્રી છપૈયા સ્વામી દ્વારા સભા સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રથયાત્રા સમિતિની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.!


Search
Recent News
Top Trending

Leave a Comment