GUJARAT BOTAD

બોટાદ તાલુકા સેવા સદન ખાતે તૈયાર કરવામાં આવેલા ઇવીએમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય

by Admin on | 2024-01-04 16:39:14

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 132


બોટાદ તાલુકા સેવા સદન ખાતે તૈયાર કરવામાં આવેલા ઇવીએમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય

  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લઈને બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે બોટાદ તાલુકા સેવા સદન ખાતે તૈયાર કરવામાં આવેલા ઇવીએમ અને વીવીપેટ નિદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે કલેક્ટરશ્રીએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચા પાસે નિદર્શન કેન્દ્ર અંગે સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન મતદાર નોંધણી અધિકારીશ્રી વ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ પણ વિશેષ ઉપસ્થિત રહી રચનાત્મક સૂચનો કર્યા હતા. 


          આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં  આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને લઇ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઇવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન કરવા માટે જાગૃતિ વધે તે હેતુથી ઇવીએમ અને વીવીપેટ અંગે કુલ પાંચ નિદર્શન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જેનો બોટાદવાસીઓ બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. તેમજ આ મતદાર વિસ્તારોમાં બે ઈવીએમ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન પણ કાર્યરત કરવામાં આવી છે. જેથી બોટાદ જિલ્લાના નાગરીકો આ મોબાઈલ વાનની મુલાકાત લઈ મતદાનની પ્રક્રિયાથી અવગત થઈ વધુમાં વધુ મતદાન કરવા માટે જાગૃત બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ મોબાઈલ વાન બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર મતદાન જાગૃતિનું કાર્ય કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી શાખા દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.” કલેકટરશ્રીએ ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનો બોટાદ જિલ્લાના નાગરિકોને વધારેમાં વધારે લાભ લેવા અનુરોધ કર્યો છે.   અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને મતદાર વિભાગોમાં રજીસ્ટ્રી શાખા, કલેક્ટર કચેરી- બોટાદ, ગ્રાઉન્ડ ફ્લોર, તાલુકા સેવા સદન-બોટાદ, મામલતદાર કચેરી-ગઢડા, મામલતદાર કચેરી-ઉમરાળા અને મામલતદાર કચેરી-વલ્લભીપુર ખાતે નિદર્શન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જે તા. ૨૯/૦૨/૨૦૨૪ સુધી કાર્યરત રહેશે.

Search
Recent News
Top Trending

Leave a Comment