GUJARAT BOTAD

જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે પીએમ જનમન કાર્યક્રમ અંગેની તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરાઇ

by Admin on | 2024-01-11 16:08:45

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 105


જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે પીએમ જનમન કાર્યક્રમ અંગેની તૈયારીઓ અને કામગીરીની સમીક્ષા કરાઇ

બોટાદ જિલ્લામાં આગામી ૧૫મી જાન્યુઆરીએ આદિમ જૂથના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ યોજાશેઃ વિવિધ વિભાગોની કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ હાથો હાથ અપાશે

 સમગ્ર દેશમાં આદિમ જૂથના લોકો સાથે ખાસ કરીને નબળા આદિમ જૂથના કોટવાળીયા-કાથોડી લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની મૂળભૂત યોજનાઓનો લાભ મળે અને છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવાના બહુઆયામી અભિયાન પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી ૧૫મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા, તાલુકા કક્ષાએ યોજાશે. જેમાં પ્રધાનમંત્રીશ્રી દિલ્હી ખાતેથી દેશના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તે અંતર્ગત બોટાદમાં આગામી તા.૧૫/૦૧/૨૦૨૪ના રોજ નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમના સુચારૂં આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કાર્યક્રમની વ્યૂહરચના અને આયોજન અમલવારી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાતે રચનાત્મક સૂચનો કરી અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા.


             અત્રે મહત્વનું છે કે, કેન્દ્ર સરકારની PM-JANMAN યોજના અંતર્ગત બોટાદ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોએ સતત સર્વે કેમ્પ અને સ્થળ મુલાકાત કરી કુલ ૯ આદિમ જૂથના પરિવારોના ૩૭ લાભાર્થીઓ શોધી કાઢ્યા છે. તે તમામ લાભાર્થીઓને ઘરઆંગણે જ યોજનાકીય લાભ મળી રહે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગની યોજનાઓ બાબતે લોકજાગૃતિ લાવવા સ્ટોલ ઉભા કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સહિત અમલીકરણ અધિકારીશ્રીઓએ  ઉપસ્થિત રહી પોતાના વિભાગની કામગીરીની વિગતવાર ચર્ચા કરી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment