Lifestyle HEALTH

વ્યસન મજા કે સજા ?

by Admin on | 2024-01-12 08:44:01 Last Updated by Admin on2025-10-23 11:50:58

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 31


વ્યસન મજા કે સજા ?

આજ કાલ બહુ પ્રમાણ માં વ્યસન કરતા લોકો જોવા

મળે છે.લોકો એ વ્યસન ને એક શોખ બનાવી દીધું છે.ને ઘણા લોકોએ તો આદત બનાવી દીધી છે.કામ નું બહાનું બનાવી દીધું છે.અમીર શોખ માટે વ્યસન કરે છે, મજદૂર કામ વધારે સમય કરી શકે તે માટે વ્યસન કરે છે,યુવાન પર્સનાલિટી માટે વ્યસન કરે છે.વ્યસન જાણે જીવનજરૂરી વસ્તુ હોય એમ લોકો એ પોતાના જીવન માં વ્યસન ને વણી લીધું છે. લોકો જોવે છે,ને જાણે પણ છે કે વ્યસન કેટલું ઘાતક છે, તેનાથી થતા રોગ કેટલા જીવલેણ છે તેમ છતાં પણ પોતે વ્યસન છોડતા નથી, ને કોઈ છોડે તો એને છોડવા દેતા નથી.વ્યસન માટે પણ તાણ કરે.... લે ને હવે એક માવા માં શું થઈ જાય એમ કરી ને રોજ ના 10 માવા ખાતા કરી દે. દારૂ અને સિગારેટ ની પણ એવી જ રીતે તાણ કરે ને જે ને વ્યસન ના હોય તો પણ વ્યસન કરતો કરી દે છે. એક દાંત ના ડોક્ટર તરીકે લોકો મારી પાસે સારવાર માટે આવે ત્યારે તેને હું વ્યસનમુક્તિ માટે સમજાવું છું.ત્યારે વ્યસની લોકો જવાબ આપે મેડમ વ્યસન નહિ છૂટે મારે કામ જ એવું છે કે વ્યસન વગર ના થાય. તેમ છતાં લોકો સમજ્યા વગર વ્યસન કરીને પોતાના મોત ને નજીક લાવે છે. અમીર છે એ મોજ માટે વ્યસન કરે છે પણ એ મોજ જ્યારે કેન્સર જેવા જીવલેણ રોગ માં ફેરવાય છે ત્યારે પૈસા ખર્ચ કરતા પણ મોત ને રોકી નથી શકાતું... ગમે તેટલા પૈસા હોય તમારી પાસે પણ શું કામના,..?એમાં પણ આજ કાલ ની યુવા જનરેશન તો કંઇક અલગ જ વિચારધારા ને વ્યસન સાથે જોડી દીધી છે, કે કયારેક કયારેક વ્યસન કરવું જોઈએ કેમ કે એમાંથી પણ શરીરમાં જરૂરી તત્વો મળે છે. જાણે એ તત્વો બીજા કોઈ ખોરાક માંથી મળતા જ ના હોય. ટૂંકમાં કહીએ તો વ્યસન કરવા માટે જ લોકો કોઈ ને કોઈ બહાના તેની સાથે જોડી દે છે. યુવા જનરેશન તો પાછી એવી રીતે વ્યસન કરે જાણે દારૂ, સિગારેટ ને માવા ખાઈએ તો જ જીંદગી ની મોજ છે બાકી કાઈ છે જ નહી.અને જ્યારે વ્યસન ના કારણે કોઈ મહારોગ થાય ત્યારે બોલવા માટે કોઈ શબ્દો કે બહાના હોતા નથી......

એક ડોક્ટર તરીકે જ્યારે દર્દી ને વ્યસનમુક્તિ માટે સમજાવું છું ત્યારે મને ખબર જ હોય છે કે આ ભેંસ આગળ ભાગવત જ છે.તેમ છતાં હું મારો પ્રયત્ન ચાલું રાખું છુ..……… એ આશા સાથે કે કદાચ 100 માંથી એક વ્યક્તિ પણ વ્યસન મૂકી દેશે તો પણ મારું બોલેલું ને વ્યસનમુક્તિ પાછળ આપેલો સમય વ્યર્થ નથી ગયો અને કોઈ એક પરિવાર પણ બચી જશે એનો આનંદ થશે.આ કહેવા પાછળ નો મારો ફક્ત એક જ આશય છે વ્યસન ના કારણે થતા જીવલેણ રોગ ની બિમારી થી બચાવી શકીએ. કેમ કે રોગ થાય પછી એ રોગ ની પીડા એ એક વ્યક્તિ નથી ભોગવતી પણ તેનો સંપૂર્ણ પરિવાર ભોગવે છે. ઘરમાંથી એક વ્યક્તિ ઓછી થાય તો તેની ખોટ કોઈ પૂરી કરી શકતું નથી.દુનિયા માટે ભલે તમે એક વ્યકિત છો પણ તમારા પરિવાર માટે તમે એમની દુનિયા છો. અત્યારે વધતા જતા વ્યસન ના કારણે કેન્સર જેવા મહારોગ નું પ્રમાણ દિન પ્રતિદિન લોકો મા વધી ગયું છે. કેન્સર થવાનું કારણ માત્ર વ્યસન નથી, ઘણા કારણો જવાબદાર છે પણ વ્યસન કરતા લોકો મા કેન્સર થવાની શક્યતા વધી જાય છે.તો કારણ જાણવા છતાં પણ આપણે જાણી જોઈ ને ખાડા મા પડીએ છીએ. વધુ તો કઈ નહી પણ એટલું જ સમજાવું છે કે જીવન એક જ વાર મળે છે, ને એ જીવન પર ફક્ત તમારો જ અધિકાર નથી પણ તમારા પરિવાર નો પણ છે તો ખાલી તમારો નહી પણ સાથે તમારા પરિવાર નો પણ વિચાર કરી ને આવા વ્યસન ને છોડી દેવું જોઈએ. ને જાતે કરીને આપણે આપણા મોત ને આમંત્રણ ના આપીએ ને પરિવાર સાથે એક સુખી અને સુંદર જીવન પસાર કરી શકીએ.તો આપણે પણ વ્યસનમુક્ત થઈએ અને બીજાને પણ વ્યસનમુક્ત કરીએ


લેખક: ઉન્નતીબેન બી ખડસલીયા

Search
Recent News
Top Trending

Leave a Comment