GUJARAT BOTAD

સોનગઢ મધ્યે શ્રી બાહુબલી મુનીન્દ્ર-જમ્બુદ્વીપ ની પ્રતિષ્ઠા ની ભવ્યતી ભવ્ય શોભાયાત્રા બોટાદ ના રાજ માર્ગો પર નિકળી

by Admin on | 2024-01-12 18:20:12

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 13


સોનગઢ મધ્યે શ્રી બાહુબલી મુનીન્દ્ર-જમ્બુદ્વીપ ની પ્રતિષ્ઠા ની ભવ્યતી ભવ્ય શોભાયાત્રા બોટાદ ના રાજ માર્ગો પર નિકળી

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ 

પરમ ઉપકારી પૂજય  ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ આયોજીત બોટાદ ના રાજ માગઁ ઉપર ભવ્ય રથયાત્રા  કાઢવામાં આવેલ હતી...


આગામી તારીખ-19- જાન્યુઆરી 2024 થી તારીખ-26 જાન્યુઆરી 2024 સુધી સોનગઢ મધ્યે શ્રીદિગમ્બર જૈન સ્વા.મંદિર- સોનગઢ ટ્રસ્ટ  આયોજીત સોનેરી અક્ષરે ઈતિહાસ લખાશે તેવા ભવ્યાતિભવ્ય, અકલ્પનીય અને અપૂર્વ   શ્રી આદિનાથ ભગવાન  ના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્ય કહાન ગુરુદેવશ્રી અને પ્રશમમૂતિં ધન્ય અવતાર પૂજય ભગવતી માતા ના આશીષ તલે યોજાશે


સોનગઢ ની દરેક રથયાત્રા અતી ભવ્ય નીકળવાની છે, તેના ટેલર સમાન આજે બોટાદ માં વાજતે ગાજતે શ્રી બાહુબલી મુનીન્દ્ર ની વિશાલ કટ આઉટ સાથે ની શોભાયાત્રા નિકળી હતી.. અને જેમ તીથઁકર ભગવાન જન્મે ત્યારે અત્ર તત્ર સવઁત્ર જીવાત્માનું મંગલ થાય છે


તેમ આજે બોટાદ ના નગર જનોને જાહેર રાજ માગઁ ઉપર દુકાને દુકાને તથા રસ્તા ઉપરના રાહદારી નગરજનો ને મો મીઠા કરાવતા પ્રસાદ રુપે સુકામેવા ના પેકેટ તથા સોનગઢ ના  પંચકલ્યાણક નું હેન્ડબિલ આપેલ હતુ બોટાદ મુમુક્ષ મંડળે અનેરા ઉત્સાહ દેખાય છે, સંઘ ના ઘરે ઘરે બેનર તથા રોશની લગાડેલ છે અને ભક્તો હષઁથી સાંજી ભકિત અને પ્રભાવના રાખેલ હતી


Search
Recent News
Top Trending

Leave a Comment