by Admin on | 2024-01-17 15:59:26 Last Updated by Admin on2025-10-23 04:43:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 204
ગઇ તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઇ પાનસુરીયાના વાડીના કુવામાં (૧) મુકેશ અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.૧૮, (૨) ભુરીબેન વા/ઓ. મુકેશભાઇ અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.૧૮, (૩) જાનુભાઇ ડા/ઓ. અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.૦૮ હાલ રહે.લાલાવદર ગામની સીમ, તા.જિ.અમરેલી મુળ રહે. રીસવી, ભાટી ફળીયા, ચાંદપુર થાણા, જિ.અલીરાજપુર – મધ્યપ્રદેશ વાળાઓની શંકાસ્પદ લાશો પડેલ હોય જે અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં, કુવામાંથી લાશો બહાર કાઢી, શંકાસ્પદ મૃત્યુ અંગેની જાહેરાત પરથી આ અંગે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત રજી.નંબર ૨/૨૦૨૪ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબનો બનાવ રજી. થયેલ અને અમરેલી રૂરલ પોલીસ દ્વારા ત્રણેયના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા લાશને ભાવનગર મેડીકલ કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં મોકલી આપેલ હતી. મરણ જનારની લાશોના પોસ્ટ મોર્ટમ દરમિયાન ગળાના ભાગે ઇજાના નિશાનો તેમજ માથાના ભાગે ઇજાના નિશાનો મળી આવતા મરણ જનાર ઇસમોની હત્યાઓ થયેલ હોવાનું અને હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશોને કુંવામાં નાખી દીધેલ હોવાની હકિકત જણાય આવતા, મરણ જનાર મુકેશના ભાઇ રાજુ ઉર્ફે રાઘુ ઉર્ફે સુરેશ અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.૨૦, રહે.ચકકરગઢ ગામની સીમ, તા.જિ.અમરેલી વાળા ફરીયાદ આપતાં અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૦૨૯/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબનો ખુનનો ગુન્હો રજી. થયેલ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ ઉપરોક્ત ખુનનો ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી. એ. એમ. પટેલ ઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. અમરેલી પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.લકકડ તથા ખાંભા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી કે.ડી.હડીયા તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.જી.ચૌહાણ ઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ. અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં મરણ જનારની લાશો મળી આવેલ હોય તેની આજુ બાજુના વિસ્તારોમાં ખેત મજુરી કરતાં ઇસમોની પુછ પરછ કરવામાં આવેલ તેમજ આ કામે મરણ જનાર સાથે સંકળાયેલ ઇસમોની અને શંકાસ્પદ હિલચાલ ધરાવતાં મજુરો અંગે તપાસ કરી અજાણ્યા આરોપીને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ગુનાની તપાસ દરિયાન અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી. એ. એમ. પટેલ ઓને અંગત બાતમીદાર તથા ટેક્નીકલ સોર્સ મારફતે મળેલ માહિતી આધારે અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ શકમદ ઇસમોને પકડી પાડી, રાઉન્ડઅપ કરી તેમની સઘન પુછપરછ કરતાં તે ત્રણેય ઇસમો તથા પકડવાના બાકી આરોપી સાથે મળી ખુનનો ગુનો આચારેલ હોવાની કબુલાત આપેલ હતી.
(૧) બબલુ ઉર્ફે પ્યારસિંહ ઉર્ફે ભોલો ભુરસિંહ વસુનીયા, ઉ.વ.૨૨, રહે.આગાની, પુજારા ફળીયા, તા.છોતેતારા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.હાડીડા ગામની સીમ, રામભાઇ કુંભારની વાડીએ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. (૨) મેરસિહ તીનચીયા પારદીયા, ઉ.વ. ૩૫, રહે.બંદ બંદ બડા, પટેલ ફળીયુ, તા.જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. હાલ રહે.હાડીડા ગામની સીમ, રામભાઇ કુંભારની વાડીએ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. (૩) ઇન્દ્ર કિશન વસુનીયા, ઉ.વ.૨૨, રહે.આગાની, પુજારા ફળીયા, તા.છોતેતારા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે. લાઠી ગામની સીમ, ભરતભાઇ કોટડીયાની વાડીએ, તા.લાઠી, જિ.અમરેલી.
(૪) ભુરા મોહન બામનીયા, રહે.હિટલા ગામ, તા.જાંબુવા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ), હાલ રહે.જામ કંડોરણા ગામની સીમ, તા.જામ કંડોરાણા, જિ.રાજકોટ.
પકડવાનો બાકી આરોપી ભુરા મોહન બામનીયા અગાઉ લાલાવદર ગામની સીમમાં વાડી ભાગવી રાખી રહેતો હતો અને ગઇ દિવાળી તહેવાર પછી આ ભુરા મોહનની દિકરીનું બિમારીના કારણે મોત થયેલ. આ મોત પાછળ મરણ જનાર મુકેશની ઘરવાળી ભુરીએ તાંત્રીક વિધી કરેલ હોવાનું અને આ ભુરી ડાકણ હોવાનું ભુરા મોહન બામનીયાને વહેમ હતો જેથી ભુરા મોહન બામનીયા ત્યાંથી બીજે કામ અર્થે જતો રહેલ. બાદ આ ભુરા મોહન પકડાયેલ આરોપી બબલુ ઉર્ફે પ્યારસિંહ ઉર્ફે ભોલાનો કુટુંબી બનેવી તેમજ પકડાયેલ આરોપી ઇન્દ્ર કિશનનો કુટુંબી સગો થતો હોય, બન્નેને મુકેશ તથા તેની ઘરવાળી ભુરીને મારી નાખવાનો પ્લાન બનાવેલ અને પોતે જયારે ફોન કરે ત્યારે બન્નેએ સાથે આવવાનું નકિક કરેલ. બાદ ગઇ તા.૧૦/૦૧/૨૦૨૪ ના રોજ આ ભુરા મોહનએ ઇન્દ્રને ફોન કરેલ અને કહેલ કે લાઠી આવુ છુ તુ તૈયાર રેજે આપણે લાલાવદર ગામે જવાનું છે જેથી ઇન્દ્રએ તેની સાથે આવવાની હા પાડેલ, અને પછી આ ભુરા મોહનએ બબલુને ફોન કરી અમરેલી બોલાવેલ અને કહેલ કે આપણે લાલાવદર ગામે કામ ઉતારવા જવાનું છે અને તારી સાથે મેરસિંહને લેતો આવજે હું તમારી અમરેલી રાહ જોઇશ તેમ વાત કરતા, બબલુએ તેના કુંટુંબી કાકા મેરસિંહને આ ભુરા મોહનએ મુકેશ તથા તેની ઘરવાળી ભુરીને મારી નાખવા બાબતે કરેલ પ્લાનની વાત કરેલ અને ત્યાર બબલુ તથા મેરસિંહ બન્ને મોટર સાયકલ લઇ અમરેલી આવવા નિકળેલ. બાદ ભુરા મોહન તેનું મોટર સાયકલ લઇ લાઠી આવેલ અને લાઠીથી ઇન્દ્રને સાથે લઇ અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ. અમરેલી બાયપાસ રોડ ઉપર બબલુ તથા મેરસિહ બન્ને મોટર સાયકલ લઇને આવતા ચારેય જણા બે મોટર સાયકલ લઇને લાલાવદર મુકેશની વાડીએ જવા નિકળેલ. બાદ આ ચારેય જણા લાલાવદર ગામે મુકેશની વાડીએ આશરે રાતના બારેક વાગ્યા પછી પહોચેલ, મુકેશ તથા તેની ઘરવાળી ભુરી તથા મુકેશની બહેન ત્રણેય વાડીની ઓરડીમાં સુતા હોય, મેરસિંહએ ઓરડી બહાર ધ્યાન રાખવા ઉભો રહેલ અને ત્રણેય ઓરડીની અંદર જઇ, બબલુએ મુકેશનું ગળુ પકડી, ગળાચીપ આપી, ગળામાં ચુંદડી વીતી દીધેલ અને મોત નિપજાવેલ, અને ભુરા મોહનએ મુકેશની ઘરવાળી ભુરીને ગળાચીપ દઇ, ગળામાં દોરી વીટી મોત નિપજાવેલ. બાદ મુકેશની બહેનને ઇન્દ્રએ ગળાચીપ દઇ મોત નિપજાવેલ. બાદ ચારેય જણાએ ગોદડાની જોળી બનાવી, મુકેશ તથા તેની ઘરવાળી ભુરી તથા મુકેશની બહેન જાનુને તેમાં સુવડાવી વારા ફરતી વાડીના કુવામાં ફેંફી, ભુરા મોહન તેની મોટર સાયકલમાં ઇન્દ્રને બેસાડી, ઇન્દ્રને લાઠી ઉતારી જામકંડોરાણા જતો રહેલ અને બબલુ તથા મેરસિંહ તેનું મોટર સાયકલ લઇ હાડીડા પોતાની ભાગવી રાખેલ વાડીએ જતા રહેલ હોવાની હકિકત જણાય આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. અમરેલી પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા ખાંભા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી કે.ડી.હડીયા તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.જી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ છે.