GUJARAT BOTAD

Flash Mob કાર્યક્રમ તથા ઈ.વી.એમ-વીવીપેટ નિદર્શન રથના માધ્યમથી બોટાદ એસ.ટી. ડેપો ખાતે મતદાર જાગૃતિ અભિયાન

by Admin on | 2024-01-23 16:33:03

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 53


Flash Mob કાર્યક્રમ તથા ઈ.વી.એમ-વીવીપેટ નિદર્શન રથના માધ્યમથી બોટાદ એસ.ટી. ડેપો ખાતે મતદાર જાગૃતિ અભિયાન

વિદ્યાર્થીઓએ પણ Flash Mob કાર્યક્રમ અંતર્ગત રાસ, ગાયન અને નાટકના માધ્યમથી લોકસભા ચૂંટણી માટે મહત્તમ મતદાન કરવા નાગરિકોને અનુરોધ કર્યો 


 આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે મતદારોમાં જાગૃતતા ફેલાવવાના આશયથી બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને બોટાદ એસ.ટી. ડેપો ખાતે Flash Mob કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોટાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે મતદાન જાગૃતિ સંદર્ભે રાસ, નાટક અને ગાયનની પ્રસ્તુતિ કરી હતી. 


                  મતદારો ઇ.વી.એમ. અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત તરફથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાન (ઇ.વી.એમ.-વીવીપેટ નિદર્શન કેન્દ્ર રથ)ના માધ્યમથી બોટાદ એસ.ટી. ડેપો ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ વાન થકી ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી પ્રદાન કરાઈ હતી. તેમજ ઇ.વી.એમ.ના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની બસ સ્ટેન્ડ ખાતે અવરજવર કરતા મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી. સાથોસાથ આ વાન દ્વારા મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા સરળ રીતે સમજાવવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મતદાન જાગૃતિ અંગેના ચિત્રો અને સંદેશાઓ પણ પ્રદર્શિત કરાયા હતા. 

  

         બોટાદ એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના આચાર્યશ્રી વિક્રમસિંહ પરમાર, એસ.ટી. નિગમના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment