GUJARAT BOTAD

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જિન્સી રોયના વરદહસ્તે ગઢડા તાલુકાના ૨૫ જેટલાં પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો એનાયત

by Admin on | 2024-01-24 13:33:37

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 135


જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જિન્સી રોયના વરદહસ્તે ગઢડા તાલુકાના ૨૫ જેટલાં પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો એનાયત

 

વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકો સન્માનભેર જીવી શકે તેમજ સ્વનિર્ભર બનવાની સાથે આત્મનિર્ભર બની શકે તે હેતુસર બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જિન્સી રોયના વરદહસ્તે ગઢડા તાલુકાના ૨૫ જેટલાં પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો એનાયત કરવામાં આવ્યા હતાં. 


          આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોયે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળે તે દિશાના પ્રયાસો  જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશનારૂપે હાથ ધરાયાં હતાં જેમાં બરવાળા તાલુકામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોએ અગાઉ જમીનનો કબ્જો સોપી દેવામાં આવ્યો હતો. જ્યારે ગઢડામાં વસતા ૨૫ પરિવારોને જમીન ફાળવણીના સનદના હુકમો આજે આપવામાં આવ્યા છે. તમામ કાર્યવાહી પૂર્ણ થતાં વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને જમીનનો કબ્જો સો્પ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


         આ વેળાએ અધિક નિવાસી કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત,પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, મામલતદારશ્રી સિદ્ધાર્થ ત્રિવેદી સહિત વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં. 


Search
Recent News
Top Trending

Leave a Comment