by Admin on | 2024-01-24 13:36:44
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 522
આજ રોજ બોટાદ બસ સ્ટેન્ડ ખાતે ડ્રાયવર- ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર પી.આર.ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ ડેપોના શ્રેષ્ઠ ડ્રાયવરોનું સન્માન-અભિવાદન કરવાની સાથે શ્રેષ્ઠ ડ્રાયવીંગની કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં.
આ અવસરે બોટાદની અક્ષર પુરુક્ષોતમ હાઇસ્કુલ, એમ.ડી.શાહ વિધાલય, એલ.જે.શાહ ગર્લ્સ સ્કુલ અને શ્રી આદર્શ સ્કુલ હડદડના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્રારા બોટાદ ડેપોના ડ્રાયવરને ડ્રાયવર-ડેની ઉજવણીના ભાગરૂપે ફૂલ અને ફૂલનો હાર તેમજ કપાળે ચાંદલા કરવાની સાથે હાથ પર રાખડી બાંધી મો મીઠું કરાવી ડ્રાયવરોનું સન્માન અને અભિવાદન કર્યું હતું
તેમજ ડેપો ખાતે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા ઢોલ નગારા અને બેનર્સ સાથે રેલી પણ યોજવામાં આવી હતી અને એસ.ટી.ડેપો ખાતે મુસાફરો દ્વારા ડ્રાયવરોને ફૂલ આપી આભાર માની પ્રોત્સાહિત કર્યાં હતા.