GUJARAT BOTAD

બરવાળા નગરપાલિકા ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

by Admin on | 2024-01-26 11:47:52

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 31


બરવાળા નગરપાલિકા ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

રાષ્ટ્રીયપર્વ નિમિત્તે મિશ્રશાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી


બરવાળા નગરપાલિકા ખાતે ૭૫ માં પ્રજાસત્તાકપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ રાષ્ટ્રીયપર્વ ઉજવણીમાં જગદીશભાઈ ચાવડા(પ્રમુખ બરવાળા નગરપાલિકા),અમૃતાબેન ધોલેરીયા (ઉપ પ્રમુખ બરવાળા નગરપાલિકા),ઇન્દ્રસિંહ ઝાલા(ચેરમેન કારોબારી સમિતિ),ભાવસંગભાઈ તલસાણીયા (પ્રમુખ બરવાળા શહેર ભાજપ), કરણસિંહ રાઠોડ, ભુપેન્દ્રભાઈ રાણપુરા (પ્રમુખ નાગરિક સમિતિ બરવાળા), દિલુભા ઝાલા, પરેશભાઈ પરમાર સહીતના આગેવાનો,હોદ્દેદારો,પદાધિકારી,કર્મચારીઓ,વેપારીઓ,શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


બરવાળા નગરપાલિકા કચેરી ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડાના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રગીત તેમજ વંદે માતરમ ગીતનું ગાન ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ રાષ્રીઉજયપર્વ નિમિત્તે બરવાળા મિશ્રશાળાના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનમુક્તિ, બેટી બચાવો, ભ્રૂણહત્યા જેવી નાટ્યાત્મક કૃતિઓ રજુ કરી કૃતિઓ દ્વારા ઉપદેશો આપવામાં આવ્યા હતા.તેમજ રાષ્ટ્રીયપર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની આબેહુબ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી જયારે ઉપસ્થિત આગેવાનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ રાષ્ટ્રીયપર્વમાં બરવાળા નગરપાલિકા કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી પ્રજાસત્તાકપર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment