GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં કાર્યશીલ કર્મચારીશ્રીઓ માટે ઐતિહાસિક ક્ષણ: બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનમાં તૈયાર કરાયેલા નકશાના સાંનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ “ધન્ય ધરા બોટાદ”કાર્યક્રમનું ભવ્ય આયોજન સંપન્ન

by Admin on | 2024-01-27 14:44:52

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 372


બોટાદ જિલ્લામાં કાર્યશીલ કર્મચારીશ્રીઓ માટે ઐતિહાસિક ક્ષણ: બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનમાં તૈયાર કરાયેલા નકશાના સાંનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ “ધન્ય ધરા બોટાદ”કાર્યક્રમનું ભવ્ય આયોજન સંપન્ન


પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનના પરિસર ખાતે તૈયાર કરાયેલા ગુજરાતના ભવ્ય નકશાના સાંનિધ્યમાં સુંદર વાતાવરણ વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ‘ધન્ય ધરા બોટાદ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં કલેક્ટરશ્રી તેમજ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ ઝણકાત સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 


આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ ટીમ બોટાદના તમામ કર્મયોગીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “બોટાદના ઈતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા કક્ષાએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે. આ માટે હું ખૂબ ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહી છું. આ સમગ્ર સફળતા સમગ્ર ટીમને આભારી છે. વિજેતાઓની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને ટીમ બોટાદના નિર્ણય પર વિશ્વાસ મુકીને તમામ કર્મયોગીઓના પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી હતી.”


કલેક્ટરશ્રીએ તમામ કર્મયોગીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, “હારવું અને હાર માનવી બંને વચ્ચે જમીન-આકાશનો ફર્ક છે, માટે હારીએ તો પણ હાર ન માનીને સતત પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. જેમને પારિતોષિક નથી મળ્યા તેમણે હાર માનવાની જરૂર નથી. વધુ અને વધુ સારું કાર્ય કરશો તો સફળતા અવશ્ય મળશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.” તેવું તેમણે ઉમેર્યુ હતું. 


આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શનમાં બોટાદ જિલ્લો અનેક સકારાત્મક પરિવર્તનોનો સાક્ષી બની રહ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદન કચેરીના પરિસરમાં આ સુંદર વાતાવતરણ તેમની અથાગ મહેનતનું પરિણામ છે. ધન્ય ધરા બોટાદ કાર્યક્રમ કલેક્ટરશ્રીનું વિઝન હતું. સરસ કામગીરી કરનારા કર્મચારીશ્રીઓનું સન્માન કરાયું છે. તમામને હું અભિનંદન પાઠવું છું.”


આ અવસરે નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ ઝણકાતે જણાવ્યું હતું કે, “દરેક કર્મચારીએ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કરવા સદાય પ્રયત્નશીલ રહેવું જોઈએ. તમામ ક્ષેત્રોમાં બનતા દરેક રેકોર્ડ હંમેશા તૂટવા માટે બને છે. કંઈક અલગ કરતા કર્મચારીઓને આજે નવાજવામાં આવ્યા છે. જેમને પુરસ્કાર નથી મળ્યા એમને પણ તેમના કાર્યને  વધુને વધુ શ્રેષ્ઠ બનાવવું જોઈએ.” નિવાસી  અધિક કલેક્ટરશ્રીએ તમામ યુવાનોને વ્યસનમુક્તિનો સંકલ્પ લઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. 


આ અવસરે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારાના 11 જેટલા કર્મચારીશ્રીઓને એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા જુસ્સાદાર સ્વાગતવિધિ તેમજ આભાર વિધિ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી.ટી.પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ સાંસ્કૃતિક ગૃપ દ્વારા અવિસ્મરણીય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 


બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનના પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખશ્રી મયૂરભાઈ પટેલ, જિલ્લા અગ્રણીશ્રી પાલજીભાઈ પરમાર, શ્રી ચંદુભાઈ સાવલિયા, ભૂપતભાઈ, રેખાબેન તેમજ મામલતદારશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment