GUJARAT BOTAD

બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બોટાદ ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક સંપન્ન

by Admin on | 2024-01-30 16:25:19

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24


બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બોટાદ ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક સંપન્ન

  બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાતના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા, યોગ્ય સાઇનેજીસ લગાવવા,વાહનોમાં રેડિયમ ઈન્ફ્લેક્ટર લગાવવાની કામગીરી વધુ સઘન કરવા, ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કાયદાકીય પગલા ભરવા, લાયસન્સ ન ધરાવતા વાહનચાલકો સામે પગલા લેવા, હેલ્મેટ ન પહેરનારા તથા સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા તમામ વાહન ચાલકો સામે તુરંત દંડની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. 


                  બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “રેડિયમ ઈન્ફ્લેક્ટર લગાવવાની કામગીરી જો વધુ સઘન કરવામાં આવશે તો ખાસ કરીને રાત્રે થતાં અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાશે. વાહન ચલાવતી વખતે ફોન પર કરતાં વાહનચાલકોએ પણ સાવધાન થઈ જવાની જરૂર છે. તેમની સામે પણ આકરા પગલા લેવાશે.”

                 બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગત માસે યોજાયેલી મીટીંગની સમીક્ષા કરી હતી. સાથોસાથ સમગ્ર જિલ્લામાં રોડ સેફ્ટી મહિનાની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમો તેમજ આગામી આયોજનો વિશે માહિતી આપી હતી. 

           બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલ, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી સ્ટેટ-પંચાયત તથા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.           

  

Search
Recent News
Top Trending

Leave a Comment