GUJARAT BOTAD

બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ અપાઈ

by Admin on | 2024-02-02 12:37:54

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 195


બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ અપાઈ


  સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-2024ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

  બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો, શિક્ષકો અને વાલીઓને આગ,પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવુ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નિદર્શન કરાયું હતું.


           શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ, પુર,ભુકંપ,જેવી આપત્તિના સમયે કેવી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની જાગૃતિ માટે સલામતી સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે.


Search
Recent News
Top Trending

Leave a Comment