GUJARAT BOTAD

શાળા સાપ્તાહિક પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદની પી.એમ શ્રી ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર-૨૪ ખાતે શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સહિત વિવિધ યોજના અંગે કરાયાં માહિતગાર

by Admin on | 2024-02-03 13:42:03

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 69


શાળા સાપ્તાહિક પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદની પી.એમ શ્રી ડૉ.સર્વોપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર-૨૪ ખાતે શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સહિત વિવિધ યોજના અંગે કરાયાં માહિતગાર

 બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ.આઈ.મન્સૂરી,જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવે તેમજ પી.આર.મેટાલિયાના માર્ગદર્શન હેઠળ શાળા સાપ્તાહિક પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદની પી.એમ શ્રી ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર-૨૪ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણાએ શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સંકટ સખી એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી કઈ રીતે ડાઉનલોડ કરવી અને તેના ઉપયોગ તેમજ પોસ્કો અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી. 


            આ પ્રસંગે ૧૮૧ના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, શી ટીમના કર્મચારીશ્રી સુરપાલભાઈ ગોહિલ, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના રીટાબેન, સખી વનસ્ટોપ સેન્ટરના કર્મચારી સુશ્રી  છાયાબેન અને વુમન એમ્પવાર હબના ફિલ્ડ ઓફિસરશ્રી હરેશભાઇ સોલંકીએ ૧૮૧ એપ્લિકેશન અને અભયમ મહિલા હેલ્પલાઈન કઈ રીતે મદદ કરે છે તેના વિશે, વિવિધ હેલ્પલાઇન ૧૦૦,૧૦૯૮,૧૧૨ અને ૧૯૩૦ તેમજ સાયબર સેફટી અંગે,સખી વનસ્ટોપ સેન્ટરમાં મહિલાઓને આશ્રય સબંધી માહિતી,વહાલી દીકરી, વિધવા પેન્શન તેમજ મહિલા લક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. 


          કાર્યક્રમના અંતે વુમન એમ્પવાર હબના ફિલ્ડ ઓફિસરશ્રી હરેશભાઇ સોલંકીએ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

Search
Recent News
Top Trending

Leave a Comment