GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં યોજાયા કાર્યક્રમો

by Admin on | 2024-02-06 16:25:11

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 311


બોટાદ જિલ્લામાં કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં યોજાયા કાર્યક્રમો


બોટાદ જિલ્લામાં કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન અન્વયે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 


            ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને ફૂલ આપી પ્રોત્સાહન કરવાનું કાર્ય હોય કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ અંગે જાગૃતિ કેળવવાનું કાર્ય હોય... બોટાદ જિલ્લામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અવનવાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને પેમ્ફલેટ અને માહિતીપ્રદ સામગ્રીઓનું વિતરણ કરી ટ્રાફિક નિયમો, સલામતીના પગલાં અને પાલન અંગે શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.


         સમયસૂચકતા સાથે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિઓને તુરંત સહાયભૂત અને “ગોલ્ડન અવર”માં હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર વ્યક્તિને સન્માનિત કરવાના હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા.15 ઓકટોબર, 2021થી  “ગુડ સમરિટન એવોર્ડ” યોજના અમલી બનાવવામાં આવી છે. જે અન્વયે પણ નાગરિકોને સમજ આપવામાં આવી રહી છે. 


         એ.આર.ટી.ઓના કર્મયોગીઓ દ્વારા શાળા-કોલેજોમાં ઇન્ટરેક્ટિવ સત્રો યોજવામાં આવી રહ્યા છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી માર્ગ સુરક્ષા સ્પર્ધાઓ, પ્રશ્નોત્તરી અને સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ્સ થકી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે માર્ગ સલામતી વિશે શીખવાનું તો આનંદપ્રદ બનાવે જ છે, સાથોસાથ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી આવતા ગંભીર પરિણામોનો ખ્યાલ આપીને તેમની જવાબદાર નાગરિક તરીકે કેળવણી કરવામાં આવી રહી છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment