by Admin on | 2024-02-08 15:32:09
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 135
બોટાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કેપેસીટી બિલ્ટીંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ,સરપંચશ્રીઓ,ઉપ સરપંચશ્રીઓ તેમજ તલાટીઓને RGSA અંતર્ગત વિવિધ ૯ જેટલાં વિષયો પર તાલીમ આપવામા આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુશ્રીએ તાલીમાર્થીઓ સારી રીતે તાલીમ લઇ પંચાયતનો સુચારૂ વિકાસ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ વિષયો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ તાલીમમાં ગરીબી મુક્તિ, સુશાસન સાથેનું ગામ, સ્વચ્છ અને હરીયાળું ગામ, મહિલા આધારીત ગામ, ઇ-ગર્વનન્સ અને મહિલાઓ માટે વિશેષ લીડરશીપ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં હતાં. તાલીમનુ આયોજન આર્મી ઇન્ફોટેક દ્વારા કરવામાં આવ્યું હતું.