GUJARAT
BOTAD
વિકસિત ભારત-વિકસિત ગુજરાત અંતર્ગત ,બોટાદ માર્કેટિંગયાર્ડ ખાતે પ્રધાનમંત્રી આવાસો ના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
by Admin on | 2024-02-10 15:28:11
Share: Facebook |
Twitter |
Whatsapp |
Linkedin Visits: 125
બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બોટાદ વિધાન સભા-૧૦૭ તેમજ ગઢડા વિધાન સભા - ૧૦૬, ધોળા -ધંધુકા ખાતે ૧૦ ફેબ્રુઆરી ને શનિવારે પ્રધાન મંત્રી આવાસોનો ઈ-લોકાર્પણ - ખાત મુહૂર્ત કાર્યક્રમ સંપન્ન
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપ સ્થિતિમાં રાજ્યભરમાં ૧૮૨ વિધાનસભા ક્ષેત્રો માં રૂ. ૨૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ૧૦૭ બોટાદ વિધાનસભા બેઠક ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની ઉપસ્થતિમાં પ્રધાનમંત્રી આવા સો નો ઈ-લોકાર્પણ- ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના લોકા ર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,ડો. બાબા સાહેબ આંબેડકર યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ તમામ થકી બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસો નું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, બોટાદ તાલુકા ભાજપના પ્રમુખ ભૂપત ભાઈ જાંબુકીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા અગ્રણી પાલજીભાઇ પરમાર, બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી રસિકભાઈ ભુંગાણી, બોટાદ શહેર ભાજપ પ્રમુખચંદુભાઇ સાવલિયા સહિતના અગ્રણીઓ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.તેમજ મહા નુભાવોના હસ્તે જિલ્લામાં આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.