by Admin on | 2024-02-10 15:48:08
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 289
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં મનોદિવ્યાંગ તેમજ બહેરા - મૂંગા ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ બોટાદની આસ્થા સંસ્થા સ્નેહ નું ઘર ખાતે યોજાયેલ. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગુજરાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આયોજનમાં બોટાદ જિલ્લાના 300 જેટલા મનો દિવ્યાંગ અને શ્રવણમંદ ખેલાડીઓએ ભાગ લીધેલ. 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ તેમજ 800 મીટર દોડ તેમજ લોઅર ખેલાડીઓએ 25, 50 મી દોડ અને વોકમાં ભાગ લીધેલ. સ્પેશિયલ એથ્લેટ તરીકે ઓળખાતા મનો દિવ્યાંગ ખેલાડીઓએ લાંબી કુદ, ગોળા ફેક, બૉશી, વોલીબોલ સહિતની રમતો રમી મહેમાનો અને શ્રોતાઓને પોતાનું કોશલ્ય બતાવેલ. આ આયોજનમાં આસ્થા સ્નેહ નું ઘર સંચાલક મંડળ, સ્પે. ઓલિમ્પિક્સ ચેરમેન લાલજી ભાઈ કળથીયા, બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન મનહરભાઈ માતરિયા, જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ કેતનભાઈ, ભિકડિયા સાહેબ, પ્રમુખ ચંદુભાઈ સાવરિયા, ગોવિંદભાઈ વિગેરે આગેવાનોએ ઉપસ્થિત રહેલ. બે દિવસના આયોજનમાં દરેક એથ્લેટ અને વાલી માટે આવવા જવાના ભાડા, ચા, નાસ્તો એનર્જી ડ્રીંક તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ.
સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગતના સ્પેશિયલ ખેલ મહાકુંભના આ આયોજનથી મનો દિવ્યાંગ બાળકોના વાલીઓમાં એક અનેરો આનંદ અને ખુશી પણ જોવા મળતી કારણ કે પોતાના આ બાળકો માટે તે ઘરે ક્યારે પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરી શકે નહીં ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ ખૂબ અંતર્ગત બાળકોમાં રહેલ પ્રતિભા ટેલેન્ટ બહાર લાવવાના આ કાર્યક્રમને લઈ વાલીમાં ખુશી જોવા મળી તો આવનાર તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા આવવા જવા માટેનું ભાડું સવારે ચા નાસ્તો બપોરે જમવાનું તેમજ સોફ્ટ ડ્રિંક સહિતની તમામ વ્યવસ્થાઓને લે વાલીઓમાં પણ એક આનંદ અને ખુશી જોવા મળેલ. પ્રતિકભાઈ વડોડાના પ્રયત્ન થકી સાળંગપુર કષ્ટભંજન મંદિર પૂજારી પુ. રવિશંકર મહારાજ તરફથી બીજા દિવસે દરેક નાના એથ્લેટ ને દૈનિક ક્રિયા માટેની કીટ ભેટ આપવામાં આવેલ. અત્રે એ ઉલેક્ખનીય છે કે દરેક ઇવેન્ટના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકના વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી રૂ. પાંચ હજાર, ત્રણ હજાર અને બે હજાર ઈનામ આપવામાં આવશે.
સમગ્ર આયોજન આસ્થા સ્નેહ નું ઘર ખાતે રમત પ્રશિક્ષણ કેન્દ્ર ના માર્ગદર્શન હેઠળ સ્પે. ઓલિમ્પિક્સ બોટાદ દ્વારા કરવામાં આવેલ. નિર્ણાયક તરીકે બોટાદ જિલ્લા વ્યાયમ શિક્ષકો તથા વોલેન્ટિયર તરીકે આદર્શ ડી.એલ.એસ. ના વિદ્યાર્થીઓ એ સેવા આપેલ. સમાજ સુરક્ષા કચેરી બોટાદના હેતલ પરમાર તેમજ વસંતબેન બગડાએ વ્યસન મુક્તિ અને દિવ્યાંગ સહાયક યોજના વિશે માહિતી આપેલ.