GUJARAT BOTAD

બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત

by Admin on | 2024-02-12 14:30:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 286


બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત

ઢાંકણીયા ખાતે ગ્રામ પંચાયત ઘરનું ૧૭ લાખના ખર્ચે નિર્માણ થશે: કાર્યક્રમમાં ૧૫ લાખના ખર્ચે કોઝ-વે કમ રસ્તાના કામના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા

બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ (મનરેગા યોજના) અને બોટાદ જિલ્લા પંચાયતના સીડીપી-૦૫ સહયોગથી ૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર કેન્દ્રનું નિર્માણ થશે. ઉપરાંત ગામજનો અને ખેડૂતની લોક રજૂઆતોને ધ્યાને લઇ આ કાર્યક્રમમાં ૧૫ લાખના ખર્ચે કોઝ- વે કમ રસ્તાના કામના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નિયામકશ્રી બી.એ.પટેલે મહેમાનો અને ગ્રામજનોને ગ્રામ પંચાયત ઘર અને યોજનાકીય જરૂરી માહિતી પૂરી પાડી હતી.


બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામમાં તાલુકા પંચાયત, મનરેગા યોજના બોટાદ અને ગ્રામ પંચાયત ઢાંકણીયા દ્વારા દ્રષ્ટાંતરૂપ આધુનિક ગ્રામ પંચાયત ઘરનું બાંધકામ કરાશે. આ ગ્રામ પંચાયત ઘર તલાટી આવાસ, પંચાયત પદાધિકારીશ્રી અને અધિકારીશ્રી માટે કચેરી વ્યવસ્થા, વી.સી.ઇ ઓફીસ અને સભા ખંડની સુવિધા સાથે પીવાના પાણી અને સ્વચ્છતાલક્ષી સગવડતાઓ તેમજ કમ્પાઉન્ડ ગેટની સુવિધાથી સુસજ્જ હશે. 


ખાતમુહૂર્ત પ્રસંગે બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, અગ્રણીશ્રી પાલજીભાઈ પરમાર  સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ, તાલુકા પંચાયત પદાધિકારીશ્રી,ગામના સરપંચ-ઉપસરપંચ સહિતના આગેવાનો, ગ્રામજનો તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment