GUJARAT BOTAD

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની બેઠક સંપન્ન

by Admin on | 2024-02-12 14:33:51

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 100


બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની બેઠક સંપન્ન

 બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સેન્સીટીવ ડીસીઝ, આરોગ્યલક્ષી સમસ્યાઓ અને તેનું ઝડપી નિવારણ, ખોરાક અને પાણીના કારણે ફેલાતા રોગચાળા વિશે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં શ્રી બુદાનિયાએ પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી પર્યાવરણનું સંવર્ધન કરવા પર તેમજ મહત્તમ વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત પર ભાર મુક્યો હતો. આ બેઠકમાં તુરખાના આયુષ મેડિકલ ઓફિસર શ્રી રાધેશ ધ્રાંગધરિયા દ્વારા કલાઇમેટ ચેન્જ મુદ્દે લેવાના એક્શન પ્લાન વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. 


જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ.શ્રી ડૉ. એ.કે.સિંઘ, સીડીએમઓશ્રી ડૉ. ગાંગાણી, પાણી પુરવઠા અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  


Search
Recent News
Top Trending

Leave a Comment