by Admin on | 2024-02-15 14:05:07
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 157
બરવાળા તાલુકાના રામપરા ગામે સ્વચ્છ ભારત મિશન યોજના (ગ્રામીણ) થકી સ્વચ્છતા હી સેવા અંતર્ગત બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એમ. સાકરિયા મહિલા કૉલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ વાર્ષિક શિબિર યોજાઈ હતી
. તા. ૯/૨/૨૪ થી ૧૫/૨/૨૪ સુધી યોજાયેલી આ શિબિરમાં તા.૧૪/૨/૨૪ના પ્રથમ સત્રમાં તાલુકા પંચાયત કચેરી બરવાળા SBM શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પ અંતર્ગત વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં SBM સ્ટાફ બરવાળા દ્વારા વિશેષ માહીતી આપવામા આવી હતી. આ તકે બરવાળા તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયસિંહ રાજપૂત દ્વારા સ્વચ્છતા અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
તેમજ યોજના અંતર્ગત થતી કામગીરીની માહિતી આપીને સમગ્ર ગામની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતી આ બેઠકમાં સંચાલન સહિતની જવાબદારી શિબિરાર્થી બહેનોએ સંભાળી હતી. આ ઉપરાંત શિબિરમાં તલાટી કમ મંત્રી, સરપંચ શ્રી, ગ્રામજનો, કૉલેજની શિબિરાર્થી બહેનો, આંગણવાડી સ્ટાફ અને બરવાળા તાલુકા પંચાયતના સ્ટાફગણો હાજર રહ્યા હતા.