by Admin on | 2024-02-16 16:01:28
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 136
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.
બેઠકમાં આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.