by Admin on | 2024-02-16 16:03:20
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 179
બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-2024 સંબંધિત કામગીરી અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં બોટાદ જિલ્લાનાં મતવિસ્તાર માટે ચૂંટણીલક્ષી તમામ કામગીરી અને વ્યવસ્થાપન ચોકસાઈપૂર્ણ અને સુચારૂ ઢબે પૂર્ણ થાય તે માટે અલગ અલગ વિભાગના અધિકારીઓને નોડલ ઓફીસર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી.
આ તકે નોડલ ઓફીસર ફોર મેનપાવર, નોડલ ઓફીસર ફોર મટીરીયલ મેનેજમેન્ટ, નોડલ ઓફીસર ફોર ટ્રેઈનીંગ મેનેજમેન્ટ, નોડલ ઓફીસર ફોર ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, નોડલ ઓફીસર ફોર કોમ્પ્યુટરાઈઝેશન સાઇબર સિક્યુરીટી એન્ડ આઇ.ટી., નોડલ ઓફીસર ફોર સ્વીપ, નોડલ ઓફીસર ફોર લો એન્ડ ઓર્ડર, નોડલ ઓફીસર ફોર ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, નોડલ ઓફીસર ફોર ઈમ્પ્લીમેન્ટીંગ એમ.સી.સી., નોડલ ઓફીસર ફોર બેલેટ પેપર, પોસ્ટલ બેલેટ, ડમી બેલેટ પેપર, નોડલ ઓફીસર ફોર મીડીયા મેનેજમેન્ટ,નોડલ ઓફીસર ફોર પર્સનલ ડિસેબિલિટિસ સહિતના નોડલ ઓફીસર તરીકેની જવાબદારીઓ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને સોંપવામાં આવી હતી.
આ તકે તમામ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને સુચારૂ ઢબે થાય તે બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચાએ આગામી લોકસભા ચૂંટણી બાબતે જિલ્લામાં કરવામાં આવી રહેલી તૈયારીઓ બાબતે સૌને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી પી.એલ.ઝણકાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.