ધોળકા જિલ્લો.અમદાવાદ સ્થિત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતા ખૂબ પ્રાચીન અને વૈભવ શાળી મદિર માં બિરાજમાન છે.આ મંદિર અને મુંબઈ ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર.આ બન્ને આપડા દેશ ના મહાલક્ષ્મી માતા ના મુખ્ય મંદિર ગણાય છે.
આ મંદિર દશાશ્રીમળી વણિક..અને દશા શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ જનો દ્વારા સંચાલિત મંદિર છે.જેના ટ્રસ્ટી ગણ માં પણ બન્ને જ્ઞાતિ સામેલ છે.
અહી મહાલક્ષ્મી માતા નો જન્મ દિવસ તેમજ નવરાત્રી ની આઠમ ના દિવસે હવન પૂજાવિધિ થાય છે..આ વિશાળ કાય મદીર ને દરેક પ્રસંગે જાકમ જોળ અતિ સુંદર રીતે ડેકોરેશન થી સજાવવામાં આવે છે.અહી નું મહિલા મંડળ ખૂબ ભક્તિમય અને ખૂબ રસ પૂર્વક આ મંદિર ને વાર તહેવારે ભક્તિ ગીતો અને ભજન દ્વારા મંદિર ને ધબકતું રાખવા માં અનેરો ભાગ ભજવે છે.અહી ના ટ્રસ્ટીઓ પણ આ મંદિર ના વિકાસ માં પોતાનું યોગદાન આપી ઘણા વર્ષો થી આ મંદિર ની દેખરેખ તેમજ જાળવણી માં અમૂલ્ય સમય ફાળવે છે.તેમજ અહી ના પૂજારી તથા તેમનો પરિવાર પણ પોતાના અથાગ પ્રયત્નો થી મંદિર ની પ્રતિષ્ઠા ને ચાર ચાંદ લગાવે છે..
તદ ઉપરાંત અહી ની ધર્મપ્રેમી જનતા પણ કોઈપણ જાત ના ભેદભાવ વિના આ મંદિર માં વખતો વખત પોતાનો સમય તથા યથા શક્તિ ફંડ ફાળો આપી તેમજ આપણા શ્રીમાળી બ્રાહ્મણો અને દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સમાજ પણ જ્યારે જ્યારે જરૂર પડે અને અમે જાણ કરીએ ત્યારે ચાહે તેઓ દેશ ના કોઈપણ ખૂણે હોય પોતાની શક્તિ મુજબ ફાળો આપે છે..અમે જેમના સરનામા અમારી પાસે હોય તેમને પ્રાસંગિક આમંત્રણ પણ આપતા હોઈએ છીએ.અને તેઓ પણ સમય કાઢી હાજરી આપી પોતાની આસ્થા ને દ્ર્ઢ કરતા આવ્યા છે..જે બદલ અમો સર્વે ટ્રસ્ટી તથા ધોળકા શહેર ની ધર્મ પ્રેમી જનતા તેમના આભારી છીએ.
આ મંદિરે આવવા માટે અમદાવાદ થી 30 km,ખેડા થી 25 km,બગોદરા થી 25 km, વટામણ થી 22 km, દૂર આવેલ ધોળકા શહેર મધ્યે..મહાલક્ષ્મી માતા ની પોળ..સિંઘીગેટ..નજીક આવેલ છે.અહી નજીક માં બુટભવાની માતા મંદિર અરણેજ...જમણી સૂંઢ ના ખૂબ પ્રસિધ્ધ ગણપતિજી નું મંદિર ગણપતપુરા. કોઠ.પણ ખૂબ નજીક છે.
તેમજ વિશ્વ પ્રસિધ્ધ ચંદ્રમૌલેસ્વર મહાદેવ પણ ધોળકા માં આવેલ છે.આમ ઘણી બધી અતિ પ્રાચીન સંસ્કૃતિ જેમ કે મલાવ તળાવ..પાંચ પાંડવો ની નિશાળ..ભીમ નું રસોડું.. વીગેરે અનેક સ્થળો જે જોવા એક અમૂલ્ય લાહવો લીધેલ છે.