GUJARAT BOTAD

તા.૯મી માર્ચે બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે

by Admin on | 2024-02-22 14:09:16

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 133


તા.૯મી માર્ચે બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ  તાલુકાકક્ષાની અદાલતોમાં “રાષ્ટ્રીય લોક અદાલત” યોજાશે

અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક  સિવિલ તથા ફોજદારી કેસો મુકી શકાશે

 તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન અને મુખ્ય સિનીયર સિવીલ જજશ્રી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, નામદાર સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ડાયરેકશન અને માર્ગદર્શન મુજબ આગામી તા. ૦૯/૦૩/૨૦૨૪ને શનિવાર (જાહેર રજાના દિવસ)ના રોજ સમગ્ર બોટાદ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૪ ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન કરવામાં આવનાર છે.

                  જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે,લગ્ન વિષયક તકરારો,મોટર અકસ્માત વળતર કેસ,દિવાની કેસ,કામદાર વળતર કેસ,મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો અને વીજ કંપનીના કેસ વગેરે જેવા તમામ કેસો મુકવામાં આવનાર છે.

  વધુમાં બોટાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકોને ઈ-ચલણ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હાલ સુધી આવા ઈ-ચલણ ન ભરેલ હોય તેવા વાહન ચાલકો વિરુધ્ધ ઈ-ચલણની પ્રિ-લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,બોટાદ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટની કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તાત્કાલિક બોટાદ ખાતે આવેલ જિલ્લાની નજીકની ટ્રાફિક શાખા અથવા તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ આયોજિત નેશનલ લોક અદાલતના દિવસે રૂબરૂ ભરી શકાશે. જૂના ઈ-ચલણ ઓનલાઈન ભરવા માટે echallanpayment.gujarat.gov.in તથા વન નેશન વન નેશન અંતર્ગતના ચલણ ઓનલાઇન ભરવા માટે echallan.parivahan.gov.in પર ભરી શકાશે.

આપ પણ આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબ જ ઝડપથી પુરો કરાવવા વાસ્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, બોટાદનો કે આપના વિસ્તારમાં આવેલ અદાલતનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન (મુખ્ય જિલ્લા ન્યાયાધીશ) શ્રી એચ.આર.રાવલ દ્રારા અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદના ટેલીફોન નંબર-૦૨૮૪૯-૨૭૧૪૦૧ તથા તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત,તાલુકા કાનૂની સેવા સમિતિ,બરવાળા ટેલીફોન નંબર-૦૨૭૧૧-૨૩૭૦૦૯, તાલુકા કાનૂની સેવા સમિતિ,ગઢડા ટેલીફોન નંબર-૦૨૮૪૭-૨૫૩૩૦૪ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, રાણપુર ટેલીફોન નંબર-૦૨૭૧૧-૨૩૮૧૨૧ ઉપર સંપર્ક કરી વિષેશ માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે. આવો લોક અદાલતના માધ્યમ થકી પ્રશ્નોનું સોહાર્દના માધ્યમ થકી કાયમી રીતે  નિવારણ લાવીએ.

Search
Recent News
Top Trending

Leave a Comment