GUJARAT BOTAD

બોટાદ ખાતે આગામી સમયમાં યોજાનાર ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાઇ તે માટે વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકોને તાલીમ અપાઇ

by Admin on | 2024-02-26 15:48:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 60


બોટાદ ખાતે આગામી સમયમાં યોજાનાર  ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાઇ તે માટે વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકોને તાલીમ અપાઇ

બોટાદની મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રતિપાલસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આગામી સમયમાં યોજાનાર માર્ચ-૨૦૨૪ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક તેમજ એખલાસ ભર્યા વાતાવરણમાં યોજાઇ તે માટે બોટાદ જિલ્લા ખાતેના વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ તાલીમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રતિપાલસિંહ ગોહિલ, ધો.૧૨ના ઝોનલ અધિકારીશ્રી આઈ. ડી.ઝાપડીયા તેમજ ધો-૧૦ના ઝોનલ અધિકારીશ્રી  એસ. એસ. ચૌધરીએ ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સુચારુ સંચાલન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસ ભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમજ સ્થળ સંચાલકશ્રીઓને જરૂરી સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Search
Recent News
Top Trending

Leave a Comment