GUJARAT BOTAD

બોટાદના યુવા કલાકાર જીજ્ઞેશભાઈ કાસોદરીયાની અનોખી કુશળતા.... પીપળાના પાન પર સુંદર ચિત્રો કંડારી 5 હજાર વર્ષ પૂર્વની કળાને પુનર્જીવિત કરવાનો ઉમદા પ્રયાસ

by Admin on | 2024-02-26 15:52:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 10


બોટાદના યુવા કલાકાર જીજ્ઞેશભાઈ કાસોદરીયાની અનોખી કુશળતા.... પીપળાના પાન પર સુંદર ચિત્રો કંડારી 5 હજાર વર્ષ પૂર્વની કળાને પુનર્જીવિત કરવાનો ઉમદા પ્રયાસ

બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ મને વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમમાં ઉમદા અવસર આપ્યો ત્યારબાદથી મારી કળાનો વ્યાપ લોકો સુધી પહોંચ્યો:  જીજ્ઞેશભાઈ કાસોદરીયા


 àª…ભિવ્યક્તિ અને લાગણીઓને પ્રદર્શિત કરવા માટે કલાને હંમેશા શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે. આપણાં રાજ્યમાં  ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને પ્રાચીન ધરોહર ખૂણે ખૂણે જોવા મળે છે. ગુજરાતના અનેક ચિત્રકારોએ આ તમામ સ્થળોને કેનવાસ, કાગળ કે પછી પાન કે કપડા પર રંગો અને પીંછી વડે અદ્ભુત સર્જન કરીને લોકોને આ ભવ્ય વારસાને સાચવવાનો સંદેશો આપે છે. ગુજરાતનો દરિયાકાંઠો,કચ્છ સૌરાષ્ટ્રની ગ્રામીણ સંસ્કૃતિ હોય કે આદિવાસી સંસ્કૃતિ આ તમામ પર અનેક કલાકારોએ સમયાન્તરે ચિત્ર સર્જન કરીને વારસો જીવંત રાખ્યો છે. બોટાદ જિલ્લાના યુવા ચિત્રકાર શ્રી જીજ્ઞેશભાઈ કાસોદરીયા પણ આપણી પ્રાચિન પરંપરાને જીવીત રાખી રહ્યા છે. કેવી રીતે તેઓ આ કાર્ય કરી રહ્યા છે? આપણે આ અહેવાલમાં જાણીશું... 

         

   àªªà«€àªªàª³àª¾àª¨àª¾ પાન પર ચિત્રો દોરી 5 હજાર વર્ષ જૂની પીપળાના પાન પર પેઈન્ટીંગ કરવાની કળાને જીવંત રાખતા બોટાદના 28 વર્ષીય ચિત્રકાર શ્રી જીજ્ઞેશભાઈ નાનપણથી જ ચિત્રકળામાં વિશિષ્ટ રૂચિ ધરાવે છે. બોટાદ ખાતે યોજાયેલા “વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ, વાયબ્રન્ટ બોટાદ” કાર્યક્રમના અનેક અવસરો જીજ્ઞેશભાઈએ પીપળાના પાન ઉપર આબેહૂબ કંડાર્યા છે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીનું સંબોધન હોય કે શિક્ષણ વિભાગના એમ.ઓ.યુ..... તમામ મહત્વના પળોને તેમણે પીપળાના પાન પર સજાવ્યા છે. 

       

    જીજ્ઞેશભાઈ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાની કળા વિશે જણાવે છે કે, “મારે 5 હજાર પહેલાની પીપળાના પાનમાં પેઈન્ટીંગ કરવાની કળાને પૂર્નજીવિત કરવી છે, બોટાદ જિલ્લા વહીવટી તંત્ર એ મને વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમમાં ઉમદા અવસર આપ્યો ત્યારબાદથી મારી કળાનો વ્યાપ લોકો સુધી પહોંચ્યો છે. મને નાનપણથી જ અલગ અલગ ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો અને મેં ચિત્રકળા વિશે અભ્યાસ પણ કર્યો છે જેમાં મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું. મેં અત્યાર સુધીમાં અનેક ચિત્રો દોર્યા છે તેમાં મુખ્યત્વે આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું પેઈન્ટીંગ, રામમંદિરનું પેઈન્ટીંગ, સાળંગપુર હનુમનજી દેવનું પેઈન્ટીંગ સહિત અનેક પેઈન્ટીંગ્સ મેં પીપળાના પાન પર કંડાર્યા છે. આ પેઈન્ટીંગનું હું ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ પણ કરૂં છું.“

           

 àªªà«€àªªàª³àª¾àª¨àª¾ પાન ઉપર ચિત્રકામ કરવું પ્રમાણમાં અઘરું છે. યોગ્ય કદનું પીપળાનું પાન લઈને તેને વિવિધ પ્રકારના કેમિકલ અને પાણી વડે સાફ કરવામાં આવે છે. 15 દિવસ સુધી આ પાનને કેમિકલમાં ડૂબાડવામાં આવે છે અને ત્યારબાદ પીપીળાના પાનને સૂકાવવામાં આવે છે અને તેના ઉપર ચિત્ર દોરવામાં આવે છે.

               

બોટાદના આ યુવા ચિત્રકાર જીજ્ઞેશભાઈ પીપળાના પાન પર મનમોહક ચિત્રો દોરી કલાકારીનું અદભુત અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને આપણાં ઐતિહાસિક વારસાને જીવંત રાખવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે.

Search
Recent News
Top Trending

Leave a Comment