by Admin on | 2024-03-05 15:36:48
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 56
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ, મહિલા પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનના સંયુક્ત “ઉપક્રમે બેટી, બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ અંતર્ગત ભાંભણ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં કિશોરીઓ, બહેનો અને મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીંકલબેન મકવાણા દ્વારા ગુડ ટચ, બેડ ટચ ઉપરાંત લગ્નની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે વિદ્યાર્થિનીઓને સમજ આપવામાં આવી હતી.
ઉપરાંત વિદ્યાર્થિનીઓને વિવિધ હેલ્પલાઇન 100,112,1930,1098 તેમજ સાયબર સેફ્ટી વિશે માહિતી આપવામાં આપવામાં આવી હતી. 181ના કાઉન્સેલર ખુશ્બુબેન દ્વારા 181 મદદ તેમજ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નયનાબેન ડાભી દ્વારા શી ટીમ તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ની કામગીરી વિશે માર્ગદર્શન આપી હતી. સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમાં અપાતી આશ્રય સબંધિત તેમજ કાયદાકીય માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ.આઈ.મન્સૂરી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવે તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી પી. આર. મેટાલિયા સહિતના અધિકારીશ્રીઓના ઉપસ્થિત રહ્યાં હતા.