GUJARAT BOTAD

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સીટીબસ સેવાનો પ્રારંભ કરાયો, 22 બસો થઈ છે મંજૂર જે પૈકી 6 બસ શરૂ કરાઈ

by Admin on | 2024-03-06 14:24:06

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 220


કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સીટીબસ સેવાનો પ્રારંભ કરાયો, 22 બસો થઈ છે મંજૂર જે પૈકી 6 બસ શરૂ કરાઈ


બોટાદ કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ મુખ્ય મંત્રીમંત્રી શહેર બસ સેવા અંતર્ગત ભાનુબેન બાબરીયા દ્વારા બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટેની 6 સીટી બસ સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટર, ડી.ડી.ઓ સહિત ભાજપના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. સીટી બસ સેવા શરૂ થતાં લોકોને ​​​​​​​લાભ મળશે​​​​​​.


ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા નગરજનોને મુસાફરી માટેની સુવિધા મળે તે માટે ગુજરાત રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોટાદ નગરપાલિકા વિસ્તારના નાગરિકોની મુસાફરી માટે 22 બસોની સેવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત હાલ 6 બસોનો બોટાદ કલેક્ટર કચેરી ખાતેથી આજરોજ મંત્રી ભાનુબેન બાબરીયા, કલેક્ટર ડો.જિનસી રોય, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિતની ઉપસ્થિતમાં લીલી ઝંડી આપી સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.


બોટાદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજથી સીટી બસ સેવા શરૂ થઈ જશે જેના લીધે નારગરિકોને સીધો ફાયદો થશે. જેમાં સાળંગપુર, લાઠીદંડ, પાળીયાદ, ભદ્રાવડી સહિત અન્ય રૂટ ઉપર સીટી બસ સેવાનો લાભ મળશે. તેમજ આગામી દિવસોમાં અન્ય બસો આવતા મોટાભાગના વિસ્તારોમાં બસનો લાભ મળશે. હાલ તો નાગરિકોમાં આનંદ જોવા મળી રહ્યા છે.




Search
Recent News
Top Trending

Leave a Comment