GUJARAT BOTAD

બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ નવીનીકરણ પામેલી મોડેલ આંગણવાડીઓ ભૂલકાઓને અર્પણ કરી

by Admin on | 2024-03-06 14:32:22

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91


બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ નવીનીકરણ પામેલી મોડેલ આંગણવાડીઓ ભૂલકાઓને અર્પણ કરી


બોટાદ જિલ્લામાં કુલ ૨૦ મોડેલ નંદઘરોના નવીનીકરણની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ નવીનીકરણ પામેલી 'મોડેલ આંગણવાડીઓ' ભૂલકાઓને અર્પણ કરી હતી. આ તકે મંત્રીશ્રીએ નંદઘરના બાળકો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. અને બાળકો સાથે વાતચીત કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. 


સાથોસાથ મંત્રીશ્રીએ બોટાદ જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરાયેલા એટીએમ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી બોટાદ જિલ્લાવાસીઓની સુખાકારી વધારતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. બોટાદના નાગરિકોની સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્ર નિરંતર પ્રતિબદ્ધ છે. ત્યારે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કાર્યશીલ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તેમજ અહીં આવતા મુલાકાતીઓ નાણાંકીય ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકે તે માટે એટીએમ સેન્ટર કાર્યરત કરાયું છે. 


આ લોકાર્પણ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તથા જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  


Search
Recent News
Top Trending

Leave a Comment