by Admin on | 2024-03-06 14:36:05
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 242
સમાજમાંથી ક્યારેક નવજાત શિશુઓને જ્યાં ત્યાં અવાવરું જગ્યાએ ત્યજી દેવામાં આવતા હોય છે. આ બાળકોને બચાવવા મુશ્કેલ હોય છે. જેથી મિશન વાત્સલ્ય યોજના ભારત સરકાર અંતર્ગત એક નવી પહેલ કરીને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા સોનાવાલા હોસ્પિટલ ખાતે પારણાં પોઈન્ટ ઉભુ કરવામાં આવ્યુ છે. આ પારણું નવજાત શિશુને ત્યજી દેતા બાળકો માટે છત્રછાયા બનશે. જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના ઉમદા અભિગમ સાથે પારણાં ઘર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ પારણાં પોઈન્ટનો શુભારંભ કરીને લોકોને સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે માતા-પિતા કે વાલીઓ દ્વારા નવજાત શિશુને ન રાખવા ઇચ્છતા હોય, લાચાર, મજબૂર હોય અને પોતે બાળકને કાયમી ત્યજી દેવા માંગતા હોય તો વિના સંકોચે બાળકને આ પારણાંમાં મૂકી શકે જેથી સરકારના વિભાગો દ્વારા બાળકને બચાવી લઈ આગળ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દત્તક આપીને તેના જીવનમાં ઉમંગ ભરવાનું કામ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી અક્ષય બુડાનિયા, પોલીસ અધિક્ષક શ્રી કે.એફ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી. એલ. ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડી.કે જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.