GUJARAT BOTAD

શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ,બોટાદમાં વાર્ષિક સમારંભ યોજાયો

by Admin on | 2024-03-17 18:05:51

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 17


શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ,બોટાદમાં વાર્ષિક સમારંભ યોજાયો


 અત્રેની કૉલેજમાં તા. 7 માર્ચ 2024 ના રોજ વાર્ષિક સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં શૈક્ષણિક સિદ્ધિ અને સહઅભ્યાસક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થિનીઓને પારિતોષિક એનાયત તેમજ તૃતીય વર્ષના વિદ્યાર્થિનીઓને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી સ.વ.પ. એજયુ.એન્ડ ચેરી.ટ્રસ્ટના મંત્રી શ્રી ડૉ.જે.બી. ચંદ્રાણી સાહેબ હતા. ટ્રસ્ટમાં ખજાનચી શ્રી માવાણી સાહેબ,ટ્રસ્ટી શ્રી શરદભાઈ વડાલિયા તેમજ ટ્રસ્ટી શ્રી હરિકૃષ્ણભાઈ કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.


મહેમાન તરીકે કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને હાલ આસામ રાઈફલમાં ફરજ  બજાવી રહેલ શ્રીમાળી હિનાબહેન ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમના પ્રારંભે સમૂહ પ્રાર્થના બાદ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ.શારદાબહેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આજનાં કાર્યક્રમની ભૂમિકારૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પારિતોષિક વિતરણ રાખવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી કક્ષાએ તેમજ કૉલેજ ક્ક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ મેળવનારને તેમજ રમતમગમત ક્ષેત્રે, એન. સી. સી. , એન.એસ.એસ. ક્ષેત્રે વિજેતા થનાર તેમજ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીની બહેનોને પુરસ્કૃત કરવામાં આવી હતી.


આર્ટ્સ તેમજ કોમર્સ કૉલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થી પ્રતિનિધિઓના પ્રતિભાવ રજૂ થયા બાદ શ્રીમાળી હિનાબહેનનું મનનીય વક્તવ્ય રજૂ થયું હતું. અથાગ પરિશ્રમ અને સંઘર્ષ જીવન ઘડતરમાં મહત્ત્વની બાબત છે એવી પ્રેરણાદાયી વાત સહુને સ્પર્શી ગઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉ .જે. બી. ચંદ્રાણી સાહેબ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થિનીઓને જીવનલક્ષી ઉપયોગી વાત તેમજ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આભારવિધિ કોમર્સ કૉલેજના કાર્યકારી આચાર્ય શ્રી જી.બી. રામાવત સાહેબે કરી હતી. રાષ્ટ્ર ગાન ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. કાર્યક્રમનું સુચારુ સંચાલન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. પારુલબહેન સતાશિયાના રાહબર દ્વારા વિદ્યાર્થિની બહેનોએ સંભાળ્યું હતું.


આજના દિવસે બપોરે 3 થી 5 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત તેમજ ભારતનાં સાંસ્કૃતિક વારસાને પ્રગટ કરતી વિવિધ કૃતિઓ આર્ટ્સ તમેજ કોમર્સ કૉલેજની વિદ્યાર્થિની બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં ગરબા, રાજસ્થાની નૃત્ય, કથ્થક, કથકલી, મિશ્ર રાસ, મૂક અભિનય, યોગ પ્રસ્તુતિ, જુડો - કુસ્તી ડેમો, સ્પોર્ટ્સ કેટવોક,એકપાત્રિય અભિનય વગેરે કૃતિઓ ઉત્સાહભેર રજૂ કરવામાં આવી હતી. આભારવિધિ રમતગમત વિભાગના અધ્યક્ષ ડૉ.રેખાબા પરમાર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ. શારદાબહેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.


Search
Recent News
Top Trending

Leave a Comment